રાજપીપળા,તા. 14
તિલકવાડાનો લીલગઢ ગામે ખેતરના બે ભાઈઓના સરખા ભાગ પાડવાના મામલે ઝઘડો કરતા કુહાડી વડે જીવલેણ હુમલો કરતાં એકને ગંભીર ઈજા થવા પામી હતી.આ અંગે ત્રણ ઈસમો સામે તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મહેશભાઈ વિઠ્ઠલભાઈ તડવી (રહે,લીલગઢ ) એ આરોપી જગદીશભાઈ વિઠ્ઠલભાઈ તડવી, જયાબેન જગદિશભાઈ વિઠ્ઠલભાઈ તડવી,દલસુખભાઈ મોહનભાઈ તડવી ત્રણેય (રહે,લીલગઢ) નાઓ પર ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી મહેશભાઈ તા. 12 /3 /21 ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના આંગણામાં હાજર હતા. તે વખતે આરોપી જગદીશભાઈને ખેતરના બે ભાઈઓના સરખા ભાગ પાડવા માટે જણાવેલ જેથી આરોપી ઉશ્કેરાઇ જઇ પોતાના હાથમાં કુહાડી મારીને માથાના ઉપરના ભાગે મારી સાધારણ ઇજા કરેલ અને તે વખતે મહેશભાઈને આરોપી જયાબેનને મા બેન સમાણી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપેલ આરોપી દલસુખભાઈએ મહેશભાઈ સાથે ઝપાઝપી કરી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્રણે આરોપીઓ એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા