જૂનાગઢની કોલેજમાં રસીના 2 ડોઝ લીધા બાદ વિધાર્થીનો રિપોર્ટ પોઝિટિવ, હોસ્ટેલ બંધ કરાઈ

જૂનાગઢની મેડિકલ કોલેજના વિધાર્થીનો વેક્સિન લીધાં બાદ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિધાર્થીને કોરોના રસીના 2 ડોઝ અપાયા હતા. તેમ છતાં તે કોરોના સંક્રમિત થયો છે. કોલેજમાં પ્રથમ વર્ષમાં 200 જેટલા વિધાર્થીઓ હોવાથી સંક્રમણ ન ફેલાય તે માટે તાત્કાલિક મેડિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરી હોસ્ટેલમાં રહેતા. વિધાર્થીઓને ઘરે મોકલી દેવાયા છે અને ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.