કોરોનાના કેસ વધતા સુરતના અઠવા ઝોનમાં શનિવાર-રવિવારે મોલ-રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ

સુરતમાં કોરોનાના વધતાં સંક્રમણને લઈ શહેરના અઠવા ઝોનમાં આવેલા મોલ, રેસ્ટોરન્ટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેથી હવે રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ચાલુ રહેશે. શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં લોકો મોલ અને રેસ્ટોરન્ટમાં ઉમટી પડતા હોય છે. જેથી સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.