કારોબારી, બાંધકામ સહિત મલાઈદાર સમિતિના ચેરમેન બનવા લોબિંગ શરૂ.
પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી માટે બેઠકોનો દોર શરૂ.
પ્રમુખ દાવેદારો સમક્ષ જિલ્લા પ્રમુખએ પ્રશ્નોની ઝડી વરસાવી પ્રમુખ કેમ બનાવવા માંગો છો ? પ્રમુખ બની કેવા કામો કરશો ?વગેરે ના જવાબ આપતાં નાકે દમ આવી ગયો.
પ્રમુખના દાવેદારના ત્રણ નામ નક્કી કરી પ્રમુખ માંના મોકલવામાં આવશે.યોગ્ય પ્રમુખ તરીકે હોદ્દેદાર પાર્ટી નક્કી કરશે -જિલ્લા પ્રમુખ.
રાજપીપળા,તા.9
નર્મદા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં ભગવો લહેરયા બાદ હવે કૌન બનેગા પ્રમુખ ઉપપ્રમુખના નામની હોડ જામી છે. જેમાં કારોબારી, બાંધકામ સહિત મલાઈદાર સમિતિના ચેરમેન બનવા લોબિંગ શરૂ થઈ ગયું છે. આ અંગે પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી માટે બેઠકોનો દોર શરૂ થયો છે.જોકે ઘનશ્યામ પટેલે દાવેદારો સમક્ષ જિલ્લા પ્રમુખએ પ્રશ્નોની ઝડી વરસાવી પ્રમુખ કેમ બનાવવા માંગો છો ? પ્રમુખ બની કેવા કામો કરશો ?વગેરે ના જવાબ આપતાં નાકે દમ આવી ગયો હતો .
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની પ્રમુખ ની સીટ મહિલા આદિજાતિ અનામત છે. એટલે જિલ્લા પંચાયતનાં મહિલા પ્રમુખ બનશે.જ્યારે નાંદોદ અને સાગબારા તાલુકામાં આદિજાતિ સામાન્ય અનામત છે. એટલે ત્યાં આદિવાસી પુરુષ કે મહિલા બંને પ્રમુખ બની શકે છે. જ્યારે દેડીયાપાડા,ગરુડેશ્વર તિલકવાડામાં આદિજાતિ મહિલા પ્રમુખ બનશે. આ બાબતે ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એકદમ શિસ્ત માં આવનારી પાર્ટી છે. પ્રજાએ ખોબા ભરીને મતો આપ્યા છે. તેથી સમક્ષ ઉમેદવાર જ સુકાન સંભાળશે તેના નામ જિલ્લા સંગઠન નક્કી કરશે. કોઈની લાગવગની નહીં ચાલે એમ જણાવાયું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા