ટ્રકને નુકસાન પહોંચાડી પોતાની હાઇવા ટ્રક ચાલક ફરાર.
રાજપીપળા,તા.9
તિલકવાડાના ગોધામ ચોકડી રોડ ઉપર બે ટ્રકો સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને નુકસાન પહોંચાડી પોતાની હાઇવા ટ્રક ચાલક નાસી જતા તિલકવાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ સુલતાન રામચંદ્ર (રહે,મન્જુરા, તા.કરનાલ હરિયાણા) એ આરોપી હાઇવા ટ્રક નંબર જીજે 07 વાયઝેડ 7248 ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ તિલકવાડાના ગોધામ ચોકડી રોડ ઉપર ફરિયાદી સુલતાન રામચંદ્ર રોડ (રહે,મન્જુરા, તા. કરનાલ હરિયાણા)ની નવી ટાટા હાઇવા ટ્રક નંબર જીજે 07 વાયઝેડ 7248 ના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ગોધામ ચોકડી ઉપર સુલતાનભાઈ ની તકો ઉભી રાખેલ તેને પાછળ એકસીડન્ટ કરતા તેઓની ટ્રક આગળની ફાઈવ ટ્રક સાથે ભટકાતા ટ્રકને આગળ પાછળ નુકસાન પહોંચાડી પોતાની હાઇવા ટ્રક મૂકી નાસી જઇ ગુનો કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા