અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા

અંબાજી: અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા હતા. નૈનિશા એ ગ્લેમ એન્ડ એલીજન્સ કોંટસ્ટ 2021 મા વિજેતા બની ગુજરાત અને દેશ નું નામ રોશન કર્યું છે. અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની પોતાની ટ્રોફી અને ક્રાઉન લઇને માતાજી ના ચરણો મા મૂકીને ધન્યતા અનુભવી હતી અને અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા. કેપીટુ પ્રોડક્શન અમદાવાદ આયોજીત અને દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ ના સહયોગ થી નેશનલ કક્ષા ની ફેશન ઇવેન્ટ ગ્લેમ એન્ડ એલીગન્સ 2021 મા વિનર બની ગુજરાત અને દેશનું નામ નૈનીશા સોની એ રોશન કર્યું છે અને હજુ પણ આગળ જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.