ભૂવાએ ફાર્માસિસ્ટ યુવતીને હોટલમાં બોલાવી વિધીના બહાને આચર્યું દુષ્કર્મ, મહિલાએ દવા પીતા સામે આવી ઘટના.

અમદાવાદમાં દંપતી વચ્ચેના ઝઘડામાં ભુવાએ પરણીતાને વિધિ કરાવી દામ્પત્ય જીવન સુધારવાનું કહીને પરણીતાને અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવી લેવાનું સામે આવ્યું છે. પિયરમાં જવા બાબતે ઝઘડો ચાલતો હતો. જેથી કંટાળીને મહિલાએ ધાર્મિક વિધી માટે આનંદ વાઘેલા નામના ભુવા પાસે ગઈ હતી. તાંત્રિકે તેને વિધિ કરવાનું કહી એને ફોસલાવીને અંગત ફોટો-વીડિયો ઉતારી લીધા અને બ્લેકમેઈલ કરીને વારંવાર પરિણીતા સાથે શરીર સંબંધ બાંધતો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.