મનસુખ વસાવાએ કહ્યું, કે બીટીપી કાર્યકરોને પ્રચાર કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ.

મનસુખ વસાવાએ કહ્યું, કે બીટીપી કાર્યકરોને પ્રચાર કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ-નર્મદામાં આદિવાસી નેતાઓ આમને સામને.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોલીસને કહ્યું, વાલિયા તાલુકામાં કોઈ પણ ભાજપના કાર્યકર્તાને હેરાન કરવાનો પ્રયત્ન ન કરે.
આ વાગલખોડમાં ગેરકાયદે ચાલતા ખનન ચોરીના ધંધામાં પણ ખાણ ખનીજ વિભાગને કહેવાનો છું ભાજપના લોકોને ડરાવે છે.
રાજપીપળા, તા.26
નર્મદા અને ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીની વિવિધ બેઠકો પર ભાજપ સાંસદ મનસુખ વસાવા ભાજપના ઉમેદવારોનો જોર સોરથી પ્રચાર કરી રહ્યા છે.પ્રચાર દરમિયાન તેઓ ભાજપ વિરોધીઓને આડે હાથે પણ લઈ રહ્યા છે.ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ભાજપ કાર્યકરોને પ્રચાર કરતા રોકનારને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની ચીમકી આપી દીધી છે.
નર્મદા અને ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા અને બીટીપી ધારાસભ્ય છોટુભાઈ વસાવા હવે સામ સામે આવી ગયા છે.ભરૂચ જિલ્લાની વાલિયા તાલુકામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા ચૂંટણી પ્રચાર માટે ગયા હતા.દરમિયાન એમણે વાલિયા પંથકમાં યોજેલી એક સભાનો વિડીયો વાયરલ થઇ રહયો છે જેમાં તેઓ પોલીસ સાથે હરીફોને ખુલ્લેઆમ ધમકી આપતાં નજરે પડી રહયાં છે.
વાયરલ થયેલા વિડીયોમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વાગલખોડ ગામમાં ચાલતી ગેરકાયદે ખનનની પ્રવૃતિઓનો બાબતે હું તંત્રનું ધ્યાન દોરવાનો છું.મને લોકોએ અરજીઓ આપી છે. ખાણ ખનીજ અધિકારી કેયુર રાજપરા ને પણ કહેવાનો છું. ચોરી અને ગેરકાનૂની ધંધા કરે છે અને પાછા ભાજપના લોકોને ડરાવે છે.ખેલદિલીથી ચૂંટણી લડે અમને કોઈ વાંધો નથી.પ્રચારમાં અવરોધ ઉભા કરશે તો અમે છોડીએ નહિ.વાલીયા અને નેત્રંગ વિસ્તારમાં ભાજપના કાર્યકરોને પ્રચાર કરતાં રોકવામાં આવી રહયાં હોવાનો આક્ષેપ કરતા એમણે જણાવ્યું હતું કે હું એવા લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ.પોલીસ મિત્રો ભાજપના કોઈ પણ કાર્યકરને કોઈ હેરાન ન કરે તેનું ધ્યાન રાખે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા