વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાયેલ આરોપી માથાસર ગામનો આરોપી પાસામાં ધકેલાયો.
રાજપીપળા, તા.26
વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં માથાસર ગામનો ઝડપાયેલ આરોપી પાસામાં ધકેલાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર અરવિંદભાઇ શાંતીલાલ વસાવા (રહે. માથાસર,નીચલી)ના વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત કરવામાં આવી હતી.જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાએ મંજુર થતાં સામાવાળા ને એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નર્મદા તથા તેમની ટીમ મારફતે સામાવાળા અરવિંદભાઇ શાંતીલાલ વસાવા (રહે. માથાસરનીચલી)ને ડીટેઇન કરી જરૂરી પોલીસ જાપ્તા સાથે પાલનપુર મધ્યસ્થ જેલ મા ધકેલી દેવામા આવેલ છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા