શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચઆઇવી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું.
રાજપીપળા,તા.24
રાજપીપળાની શ્રી અન્નપુર્ણ સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચઆઇવી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 12 ગરીબ એચઆઇવી પીડિત બાળકોને ઓઆરડબ્લ્યુ ગીતાબેન પટેલની મધ્યસ્થી દ્વારા કપડાનું વિતરણ કરવામાં આવ્યું. બાળકોના માપ લઈ આ સંસ્થા દ્વારા કપડા વિના મૂલ્યે અપાયા હતા.આ બાળકોમાં દેડીયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના વધુ બાળકો હોવાથી ઓઆરડબલ્યુ ગીતાબેન પટેલે બાળકો ના ઘરે પહોંચી કપડાં આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા અનેક સેવાકાર્યો કરે છે.જેમાં સંસ્થાના કલ્પેશભાઈ મહાજન,રાકેશભાઈ પંચોલી કમલેશભાઈ ચૌહાણ સહિતના હોદ્દેદારો દ્વારા તૈયાર ભોજન, અનાજ કીટ, કપડા,ગરમ વસ્ત્રો સહિતની સેવા પૂરી પાડવામાં આવી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા