કિંજલ દવેના કાર્યક્રમમાં મંજૂરી વગર ઉમટી લોકોની ભીડ, પોલીસે કાર્યક્રમ બંધ કરાવી 4 સામે નોંધી ફરિયાદ
ગુજરાતી ગાયિકા કિંજલ દવેના કાર્યક્રમમાં ઇડરમાં મંજૂરી વગર જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સાથે જ લોકોએ રાસ-ગરબા લીધા હતા. આ કાર્યક્રમની જાણ થતાં જ પોલીસે રેડ પાડી હતી અને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. સાથે જ સ્ટેજ શો કરનાર 4 શખ્ખો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હવે કિંજલ દવે સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.