વડોદરાની પ્રખ્યાત યુનિવર્સિટીના ડીન, એફઓએ, પ્રો. રમેશકુમાર રાવતની વરિષ્ઠ પત્રકાર પર બનાવેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં થઈ શામેલ

વડોદરાની પ્રખ્યાત યુનિવર્સિટીના ડીન, એફઓએ, પ્રો. રમેશકુમાર રાવતની વરિષ્ઠ પત્રકાર પર બનાવેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં થઈ શામેલ

વડોદરા: ચૌમૂં જિલ્લાના અશોક વિહાર કોલોનીના રહેવાશી અને હાલ હાલ ગુજરાત રાજ્યના વડોદરાના એક વિશ્વવિદ્યાલમાં આચાર્ય, આર્ટ્સ ફેકલ્ટીના ડીન પદ પર કાર્યરત અને જર્નાલિઝમ-માસ કમ્યુનિકેશન વિભાગમાં પ્રોફેસર ડો.રમેશકુમાર રાવતને એશિયા બુક રેકોર્ડ્સમાં ગ્રાન્ડ માસ્ટરના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. તેમનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોધાયું છે. ડો.રમેશકુમાર રાવતને પ્રતિષ્ઠ એવા વરિષ્ઠ પત્રકાર કલ્યાણ સિંહ કોઠારી પર બનેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મને લઇ આ ખિતાબથી નવાજવામાં આવ્યા છે.

કલ્યાણ સિંહ કોઠારીના જીવન પર બનેલી 58 મિનિટની 53 સેકન્ડની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં દિગ્દર્શન, સ્ક્રિપ્ટ રાઇટિંગ, ફિલ્મનું શૂટિંગ, એડિટિંગ, વોઇસ ઓવર, રિસર્ચ વર્ક સહિતના તમામ પ્રકારના કામ પ્રો. રાવતે જાતે કર્યું હતું.

આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પ્રો. રાવતે કલ્યાણસિંહ કોઠારીના જીવન આધારિત પરિબળો રજૂ કર્યા છે. આ સાથે તેમના સબંધીઓ, પરિવાર અને મિત્રોના વિચારોને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે કલ્યાણસિંહના પત્રકારત્વના વિવિધ પાસાઓને પણ દર્શાવવામાં આવ્યા છે.

જેવા કે, યુદ્ધ પત્રકારત્વ, કાયદા પત્રકારત્વ, રાજકીય પત્રકારત્વ, વિકાસ પત્રકારત્વ, બાળ સુરક્ષા અને પંચાયત પત્રકારત્વ, યુએન સંસ્થાઓ અને નાગરિક પત્રકારત્વ, આર્થિક પત્રકારત્વ, આરોગ્ય પત્રકારત્વ અને સાંસ્કૃતિક અને એતિહાસિક સ્થળ પત્રકારત્વનું પણ અનોખી રીતે ચિત્રપટમાં રજૂ કરવામાં આવ્યું છે.

કલ્યાણસિંહના જીવન આધારિત ટૂંકી ફિલ્મ બનાવી એશિયા બુકમાં એક આગવી ઓળખ મેળવાનાર પ્રો. રાવતે લોકો દિલથી આભાર માવ્યો હતો. સાથે પારૂલ વિશ્વવિદ્યાલયમાં કાર્યરત આર્ટ્સ ફેકલ્ટીના સભ્યો, પ્રોફેસર રાવતના પરિવારના સભ્યો અને મિત્રોએ હાર્દિક અભિનંદન વ્યક્ત કરી આગળ પણ આવી સિદ્ધિઓ હાંસલ કરવાનું આહ્વાવાન કર્યું હતું.