મતદારયાદીમાં યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદારો ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકશે : મહત્તમ લાભ લેવા જાહેર અનુરોધ.
રાજપીપલા, તા.10
ઇન્ચાર્જ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લાના યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો તેમના ઈ -ઈપીઆઇસી કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૨૫/ ૦૧/ ૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઈ -ઈપીઆઇસી લોન્ચ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ (એસએસઆર 2021) દરમિયાન યાદીમાં યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદારો ઇ-એપિક ડાઉનલોડ કરી શકશે.આ ઇલેક્ટ્રોનિક ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરવા માટે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે.
જિલ્લાના મતદારોને ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધાનો મહત્તમ લાભ લેવા ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.વ્યાસ તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા