હાશ હવે શાળાઓ ખુલશે, સ્ટેશનરી, બુક અને સ્કૂલબેગનો હજાર કરોડનો ધંધો શરૂ થશે.

છેલ્લા દસ મહિનાથી ઉદ્યોગ સાવ બંધ થઈ જતા તેની સાથે સંકળાયેલા લાખ પરિવારો ચિંતીત હતા

છેલ્લા દસ મહિનાથી શાળા-કોલેજો કોરોનાને લીધે બંધ હતી. હવે ધીરે ધીરે કોરોનાનુ જોર ઘટતા સરકારે પહેલા 10 મા અને 12મા ધોરણના ક્લાસ શરૂ કરાવ્યા બાદ હવે શાળાઓ શરૂ થાય તેવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં શાળાઓ અને કોલેજો ફરીથી શરૂ થઈ જશે. જેને પગલે પુસ્તકો ,નોટબુક, સ્કુલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ, સ્કુલ યુનિફોર્મ, તથા સ્કૂલ સુઝના ધંધા ફરીથી શરૂ થશે, આ વ્યવસાય સાથે સંકળાયેલા લાખ પરિવારોને ફરીથી રોજીરોટી મળતી થશે. વર્ષે 1000 કરોડનો ધંધો કરતા ઉદ્યોગો ફરીથી ધમધમતા થશે.

કોરોના ને કારણે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં વ્યાપાર ધંધા ઉદ્યોગોને માઠી અસર પડી છે. તેમાંય સ્ટેશનરી અને સ્કૂલના બાળકો સાથે સંકળાયેલા વ્યાપાર ધંધા ઉદ્યોગો તો છેલ્લા દસ મહિનાથી ઠપ થઈ ગયા છે. સ્કુલ બેગના વ્યાપારીઓ મહિનાઓથી ગ્રાહકોને રાહ જોતા બેસી રહ્યા છે.તો સ્કૂલરિક્ષા ચલાવતા રિક્ષાચાલકોએ પણ બીજા ધંધા શરૂ કર્યા હોવાના સમાચારો સાંભળવા મળી રહ્યા છે.

હવે જ્યારે સરકારે ફરીથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે તેને લઈને આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સ્ટેશનરી વેપારીઓના સંગઠન સાથે સંકળાયેલા નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે જ્યાંથી શાળાઓ બંધ થઈ ત્યારથી સ્ટેશનરી દ્યો તો લગભગ થઇ ગયો છે. નોટબુક નું ઉત્પાદન કરતી 500થી વધારે કંપનીઓમાં પ્રોડક્શન બંધ કરવું પડી રહ્યું છે. નોટબુક અને પુસ્તકો ઉપરાંત શાળાઓ ચાલુ હોય તો પેન, પેન્સિલ અને સ્ટેશનરી, સ્કુલ બેગ, સહિતનો લગભગ 1000 કરોડ રૂપિયાનો ધંધો થતો હોય છે. જે હવે શાળાઓ ફરીથી શરૂ થતા સ્કૂલ સાથે સંકળાયેલા વ્યાપાર ધંધા ધમધમતા થશે.

સ્કુલ બેગ સહિતની બેગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા આશિષભાઈ દેસાઇના જણાવ્યા મુજબ જ્યારથી શાળાઓ બંધ થઈ ત્યારથી સ્કુલ બેગ નો ધંધો તો લગભગ ઠપ થઇ ગયો છે. હવે શાળાઓ ફરીથી શરૂ થતા સ્કુલ બેગનો ધંધો શરૂ થશે તેની સાથે સંકળાયેલા સંખ્યાબંધ લોકોને રોજીરોટી પણ મળતી થશે.

સ્કૂલ શુઝનો વ્યાપાર કરતાં નિલેશભાઈ વોરાના જણાવ્યા મુજબ કોરોના ને લઈને ધંધા ખૂબ જ મંદા થઈ ગયા હતા તેમાંય વળી શાળાઓ બંધ હોવાથી સ્કૂલ શુઝ વેચાવાના સદંતર બંધ થઈ ગયા હતા. હવે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેને કારણે આગામી દિવસોમાં ફરીથી ધંધો શરૂ થાય તેવી આશા છે.

સ્કૂલ રિક્ષા અને સ્કૂલવાન સંગઠનના હોદ્દેદારો પણ શાળાઓ શરૂ થતા તેમને ફરીથી રોજગારી મળશે તેવી આશા રાખી રહ્યા છે.