*2 વર્ષથી બેઠક ન બોલાવાતા ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપકે રાજીનામું આપ્યું*

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં વધુ એક પ્રોફેસરે રાજીનામું આપી દેતા વિવાદ વકર્યો ચેરમેનને મિટિંગ મુદ્દે વારંવાર રજૂઆત છતાં પરિણામ ન મળતા નારાજગી ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત બોર્ડ ઓફ સ્ટડિસની અભ્યાસક્રમ સમિતિની રચના 2018 માં થયા પછી માત્ર એક વાર ઔપચારિક મિટિંગ બોલાવ્યા બાદ અત્યાર સુધી મિટિંગ ન બોલાવાતા ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિષયના અધ્યાપક ડૉ . અતુલ ઉનાગરે રાજીનામું આપી દીધું છે . એક જ અઠવાડિયામાં સંસ્કૃત બોર્ડ ઓફ સ્ટડિસની અભ્યાસ ક્રમ સમિતિમાંથી પ્રો.પ્રચેતા પંડ્યા બાદ અતુલ ઉનાગરે રાજીનામું આપતા વિવાદ વધુ વકર્યો છે . ડૉ.અતુલ ઉનાગરે કહ્યું છે કે ,
‘ ચેરમેન કમલેશકુમાર ચોકસી સાથે બેસીને સંવાદમાં માનતા નથી.આનાથી વર્ષોથી એકનો એક કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે . અભ્યાસક્રમ સમિતિના સભ્ય અધ્યાપકો સાથે મળીને ચર્ચા કરી શકે તે માટે સમિતિની બેઠક યોજવા વારંવાર રજૂઆત કરી હતી . તેમ છતાં કોઈ પરિણામ ન મળવાનું હોય તો આવી અભ્યાસક્રમ સમિતિમાં શોભાના ગાંઠિયાની જેમ હું રહેવા માંગતો નથી .