કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ઓફિસરોનો ત્રણ દિવસીય સેમિનાર નો પ્રારંભ.
વન સંરક્ષણ અને વન્ય પ્રાણીઓનાં વ્યવસ્થાપન આધારિત સેમિનારમાં 11 રાજયો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ 46 છાત્રોએ ભાગ લીધો.
રાજપીપળા,તા.21
ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની સર્કિટ હાઉસ ખાતે ઓલ ઈન્ડિયા ફોરેસ્ટ ઓફિસર નો ત્રિદિવસીય સેમિનારનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ એડિશનલ જજ પ્રિન્સિપાલ સંજય ત્યાગીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ફોરેસ્ટર પ્રોટેક્શન તથા વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ ને લઈને વિવિધ મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી હતી.વન સરક્ષણ અને વન્ય પ્રાણીઓના વ્યવસ્થાપન આધારિત સેમિનારમાં 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 46 છાત્રોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં જીએફઆરસી રાજપીપળા પ્રિન્સિપાલ અક્ષયભાઈ જોશી તથા વાઇસ પ્રિન્સિપાલ નમ્રતાબેન ઈટાલીન તેમજ વન સરક્ષણ ભરૂચ કોન્ઝવરેટીવ ફોરેસ્ટર ડો. શશી કુમાર સાથે મોટી સંખ્યામાં વન સરક્ષણ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે એડિશનલ જજ સંજય ત્યાગીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ ઘણું બધું શીખી શકશે.અને આસપાસના પ્રોજેક્ટ ની મુલાકાત લેશે.ભવિષ્યમાં આ ટ્રેનિંગ ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા