ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી આ સમસ્યા વધારે વરવુ રૂપ ધારણ કરી શકે છે. કોરોના વાયરસની વધારે એક ભયાનક તસવીર સામે આવી છે. જેનાથી ખુદ સંશોધકો પણ ભયભીત થયા છે.
કોરોના વાઈરસે ચીનમાં અત્યાર સુધી આ ખતરનાક વાઈરસ 600થી વધુ લોકોનો જીવ લઇ ચુક્યો છે. હજારો લોકોની હાલત ગંભીર છે. સમગ્ર દુનિયા આ વાઈરસથી ફફડી ઉઠી છે અને વૈજ્ઞાનિકો દિવસ-રાત તેની દવા શોધવામાં લાગ્યા છે. પરંતુ તાજેતરમાં જ માઈક્રોસ્કોપ દ્વારા ખૂબ જ ખતરનાક કોરોના વાઈરસની અસલી તસવીર દુનિયા સામે આવી છે, જે લોકોને ચોંકાવી રહી છે. માઈક્રોસ્કોપ દ્વારા કોરોના વાઈરસની જે તસવીર સામે આવી છે, તેમાં આ વાઈરસ એક મિલીમીટરના એક લાખમાં ભાગમાં વિભાજીત કરવો પડશે, જેથી તેને માપી શકાય.

સંશોધકોએ તાજેતરમાં જ કોરોના વાઈરસની માઈક્રોસ્કોપથી લીધેલી તસવીર જાહેર કરી છે. આ વાઈરસે સમગ્ર મહાદ્વીપને ઝપેટામાં લીધો છે. WHOએ આ માટે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી પણ જાહેર કરી છે.
હોંગકોંગ યુનિવર્સિટીના એલ.કે.એસ ફેકલ્ટી ઓફ મેડિસિને આ જીવલેણ અને ખતરનાક વાઈરસની તસવીર જાહેર કરી. આ વાઈરસનો આકાર માઈક્રોમીટરમાં છે, જે એક મિલીમીટરનો એક હજારમો ભાગ છે. વાઈરસ 20 નેનોમીટરની વચ્ચે વ્યાસમાં હોય છે. એક નેનોમીટર એક માઈક્રોમીટરનો એક હજારમો ભાગ છે. સંશોધકોએ આ વાયરસના આકારને ભયંકર ગણાવ્યો છે