અમદાવાદ નંદન ડેનિમની આગમાં વધુ એક મૃતદેહ મળતા મૃતકોની સંખ્યા 6, પરિવારજનોમાં રોષ
અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારનાં નારોલ-પીપળજ રોડ ઉપરની ચિરીપાલ ગૃપની નંદન ડેનિમ નામની ફેક્ટરીનાં ગોડાઉનમાં શનિવારે એટલે ગઇકાલે સાંજે આસરે 5.45 કલાકે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, અહીં હાજર કર્મચારીઓને જીવ બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો. આ આગમાં કુલ છ કર્મચારીઓ જીવતાં ભૂંજાઇ ગયા છે. આગને બુજાવવા માટે 16થી વધુ ફાયર ફાઇટર વાહનો સાથે 150 ફાયરમેનનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. હજારો લીટર પાણીનો છંટકાવ કર્યા બાદ પણ આગ મોડી રાત સુધી કાબુમાં આવી ન હતી.
શહેરના નારોલ પીપળજ રોડ પાસે ચીરીપાલ ગૃપની નંદન ડેનિમ નામની કાપડ ફેકટરીનું ગોડાઉન આવેલું છે. અહીં કાપડ યુનિટ હોવાથી બે માળના બે મોટા ગોડાઉનમાં કોટન અને કાપડ સહિત અન્ય ચીજવસ્તુઓનો જથ્થો પડયો હતો જેથી અહીં આગ ઝડપીથી ફેલાઇ ગઇ હતી.
કર્મચારીઓ જીવ બચાવીને ભાગે તે પહેલાં જ છ લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા. આ તમામ મૃતદેહ એટલા ગંભીર રીતે દાઝેલા હતા કે તેમને ઓળખાતા પણ ન હતાં. જોકે, આ કર્મચારી સાથે કામ કરતા અન્ય કર્મીઓએ જણાવ્યું કે, આ ગોડઉનમાં તે સમયે કુલ સાત લોકો કામ કરી રહ્યાં હતાં.
મળતી માહિતી પ્રમાણે નંદન ડેનિમનું ગોડાઉન 300 ફૂટ લાંબુ અને 70 ફૂટ પહોળું છે. ગોડાઉનમાં પહેલા માળે આવવા જવા માટે ફકત એક જ સીડી હતી. આ પ્રકારની આગ કે અન્ય ઇમરજન્સી ઘટનામાં કર્મચારીઓએ ફકત આ જ સીડીનો ઉપયોગ કરી શકે છે.
જેના કારણે અચાનક આગ લાગતા કે અન્ય કોઇ ઇમરજન્સીમાં આ સીડી સુધી પહોંચતા પણ વાર લાગી શકે તેમ હતી.
નોંધનીય છે કે, અહીં ભાઇબીજે સાંજનાં સમયે પણ આગ લાગી હતી. આગનું કારણ જાણવા ફાયર વિભાગે એફએસએલની મદદ લીધી હતી. આટલા માસ બાદ પણ જિંદાલમાં આગ લાગવ