શ્રી સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ (ગુજરાત)ની કારોબારી સમિતિની મિટીંગ વેજલપુર અમદાવાદ ખાતે આનંદ સ્કૂલમાં મળી

શ્રી સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ (ગુજરાત)ની કારોબારી સમિતિની મિટીંગ વેજલપુર અમદાવાદ ખાતે આનંદ સ્કૂલમાં મળી હતી. જેમાં અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે બારા બાવન મોઢ સમાજના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવેલ છે. તેમજ હિમાન્શુભાઈ જાનીની નિમણૂંક કરવામાં આવી. ઉપરાંત ઝોનમાં પ્રભારીઓની તેમજ શહેરવાર નિમણૂંક કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોરોનામાં જાન ગુમાવનાર બંધુઓને બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ આપેલ હતી.