રાજપીપળા નજીક નાનાલીમટવાળા પુલ પર ટ્રક અને ઈકો વાન સાથે ગમખ્વાર અકસ્માતમાં બેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત,એક ગંભીર.
ઇકો કારમાં સવાર ત્રણ જણા ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરતા હતા,ત્યારે નાનાલીમટવાળા કરજણ પુલ પાસે ઘટેલી દુર્ઘટનાથી કરૂણાંતિકા સર્જાઈ.
રાજપીપળા,તા.16
રાજપીપળા નજીક નાનાલીમટવાળા પુલ પર ટ્રક અને ઈકો વાન ધડાકાભેર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બે ઈસમોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા.જેમાં એક ગંભીર રીતે ઘવાતાં તેમને રાજપીપળા સિવિલમાં સારવાર અર્થે ખસેડયો હતો જેમાં ઇકો કારણો આગળ થી ભુક્કો બોલી ગયો હતો.
આ અંગે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદી શૈલેષકુમાર નગીનદાસ પંચાલ (રહે,પારોલી પંચાલ ફળિયું ) એ આરોપી ટ્રક નંબર એમએચ 20 એટી 6291 ના ચાલક સામે કરી છે.
ફરિયાદની વિગત મુજબ નાનાલીમટવાળાના કરજન પુલ ઉપરથી ટ્રક નંબર એમએચ 20 એટી 6291 ના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા હતા, ત્યારે સામેથી આવતી અક્ષયકુમાર નગીનદાસ પંચાલની ઈકો ગાડી નંબર જીજે 17 યુયુ 7129ની સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.અને અકસ્માતમાં ઈકોગાડી પુલની રેલિંગ ઉપર અધ્ધર થઈ ગઈ હતી.આ ઇકો કારમાં સવાર ત્રણ જણાએ ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરતા હતા, ત્યારે નાનાલીમટવાળા કરજણપુલ પાસે આ ગોઝારો અકસ્માત નડયો હતો.જેમાં શૈલેષભાઈ નો મોટાભાઈ અક્ષયકુમાર (ઉં.વ.40 રહે પારોલી પંચાલ ફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલ) તથા દીનેશભાઈ ગુજલાભાઇ રાઠવા (ઉં. વ.35 રહે ગરમટીયા તા. ઘોઘંબા જી. પંચમહાલ) ના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે ધર્મેશભાઈ બાબરભાઈ બામણીયા ને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ અને 108 પહોંચી ગઈ હતી. અને ઈજાગ્રસ્તને સારવાર આપી હતી ચાલક નાસી જતાં તેની સામે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મૃતક ઓ અને ઈજાગ્રસ્ત ના નામ.
રાજપીપળા નજીક નાનાલીમટવાળા કરજણપુલ પર ટ્રક અને ઇકો વાનમાં અકસ્માતમાં બે જણા શૈલેષભાઈ નો મોટાભાઈ અક્ષયકુમાર (ઉં.વ.40 રહે પારોલી પંચાલ ફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલ) તથા દિનેશભાઈ ગુજલાભાઇ રાઠવા (ઉં. વ.35 રહે ગરમટીયા તા. ઘોઘંબા જી. પંચમહાલ) ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ધર્મેશભાઈ બાબરભાઈ બામણીયા ને ગંભીર ઈજા પહોંચી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા