*દિલ્હી ચૂંટણી: 70 સીટો પર 6 વાગ્યા સુધી થયુ 55% મતદાન*

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ 54.65 ટકા મતદાન નોંધાયું છે. દિલ્હીના અનેક વિસ્તારમાં મતદારોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. દિલ્હીવાસીઓ ઉત્સાહભેર તેમના મતાધિકારનો ઉપયોગ કરી મત આપી રહ્યા છે. દિલ્હીમાં જીતને લઇને આપ અને ભાજપે સામસામે દાવા કર્યા છે. ભાજપના મનોજ તિવારી પચાસ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. તો હર્ષવર્ધને કહ્યુ કે ૧૧ તારીખે દિલ્હીમાં ભાજપની સરકાર રચાશે. તો કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે જીત નિશ્ચિત હોવાનુ જણાવ્યુ છે.