નર્મદામાં કોલ્ડવેવ,ગામડામાં ફરી વળેલી કાતિલ ઠંડીનું મોજું.
રાજપીપળા અને દેડિયાપાડામાં ખેત મજુરોને શિયાળામાં ઠંડી થી બચવા સ્વેટર વિતરણ કરાયા.
રાજપીપળા ખાતે સિદ્ધેશ્વર સ્વામીએ 31મીની રાત્રે કરજણ પુલ પાસે રહેતા 60 જેટલા ગરીબ શ્રમજીવી અને ગરમ ધાબળા ઓઢાડ્યા.
દેડીયાપાડા તાલુકાના ઊંડાણ અંતરિયાળ જંગલ વિસ્તારમાં જરૂરિયાતમંદ ગીચડ,રીંગપાદરા ગામના ગરીબ ખેડૂતની ખેડૂતો મજૂરો લોકોને સ્વેટરોનું વિતરણ કરાયું.
રાજપીપળા,તા.1
નર્મદામાં કોલ્ડવેવ જોવા મળ્યું છે.ખાસ કરીને ગામડાઓમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગામડામાં ટાઢાબોળ બન્યા છે,ત્યારે ખુલ્લામાં અને ફૂટપાથ પર સૂઈ રહેતા ગરીબ શ્રમજીવીઓ માટે ઠંડીનો સામનો કરવાનું મુશ્કેલ બન્યું છે.ત્યારે નર્મદામાં સેવાભાવી લોકો આવા ગરીબોની મદદ તે આવ્યા છે. જેમાં રાજપીપળા અને દેડિયાપાડામાં ખેત મજુરોને શિયાળામાં ઠંડી થી બચવા ધાબડા અને સ્વેટર વિતરણ કરાયું હતું.
જેમાં રાજપીપળા ખાતે સિદ્ધેશ્વર સ્વામીએ રાજપીપળા સ્વામી ગુરુકુળ ના સૌજન્યથી 31મી રાત્રે કરજણ પુલ પાસે રહેતા 60 જેટલા ગરીબ શ્રમજીવીઓને જાતે પહોંચી ઠંડીમાં ગરમ ધાબળા ઓઢાડયા હતા. તો બીજી તરફ દેડીયાપાડા તાલુકાના ઊંડાણ અંતરિયાળ જંગલ વિસ્તારના જરૂરિયાતમંદ ગીચડ, રીગપાદરા ગામના ગરીબ કે તો ખેડૂતો મજૂર વર્ગના લોકોને સ્વેટર વિતરણ કરાયું હતું.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં જરૂરિયાતમંદ ગીચડ, રીગપાદરા ગામના ગરીબ ખેડૂતો મજૂરો વર્ગના લોકો કડકડતી પડી રહેલી ઠંડીના માહોલ વચ્ચે ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે શહીદ શીરીરકુમાર મહેતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સ્વેટરો વિતરણ કરી સ્વેટરો આપવામાં આવ્યા હતા.હાલ સમગ્ર જિલ્લામાં કડકડતી ઠંડીમાં લોકોને હાડ થીજાવી નાખ્યા છે. ત્યારે કડકડતી ઠંડીના માહોલમાં ગરીબ ખેડૂતો મજૂરો વર્ગના લોકોને ઠંડી સામે રક્ષણ મેળવી ઠંડીનો સામનો કરી શકે તે માટે વર્ષોથી સેવાકાર્ય કરતા નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી કાર્યકર્તા મહેન્દ્રભાઈ પ્રજાપતિ તથા શહીદ શીરીશકુમાર મહેતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગીચડ,રીગપાદરા ગામમાં ખેત મજુરી કરી જીવન નિર્વાહ કરતા મજૂર વર્ગ અને સ્વેટર વિતરણ કરાયું હતું.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા