*રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ*

હાર્દિક પટેલને પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે. તેવો રેશ્મા પટેલે આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ છે અને કોઇને પણ કશું જ ખબર નથી કે ક્યા છે ? તેમજ અનેક આંદોલનકારીઓને કોર્ટની તારીખો ભરવી પડે છે. આ બધું બીજેપી સરકાર દ્વારા આદરેલા રાજકીય કાવાદાવા છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓને હેરાન કરવાનું બંધ કરો બાકી માઠા પરીણામ ભોગવવા પડશે.