*10 ફેબુ્રઆરીએ કોંગ્રેસની બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં*

કોંગ્રેસ પણ આંદોલનને આગળ ધપાવી સરકારને ભીડવવા તૈયાર છે. આગામી 10 ફેબુ્રઆરીએ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં બોલાવાઇ છે જેમાં આ મામલે સ્ટ્રેટેજી ઘડી આંદોલનને વેગવાન બનાવવા નક્કી કરાશે.ખાસ કરીને આદિવાસી ધારાસભ્યોને આંદોલનની જવાબદારી સોંપવામાં આવે તેમ છે. ઓબીસી,એસસી,એસટી એકતા મંચ પણ અ નામત મુદ્દે ભાજપ વિરોધી આશ્ચર્યજનક કાર્યક્રમ માટે આયોજન કરી રહી છે. આ બધુ જ જોતા આંદોલન વેગીલુ બની શકે તેમ છે જેના કારણે ટ્રમ્પ-મોદીની અમદાવાદ મુલાકાતને પગલે આઇબીએ આંદોલનકારીઓ પર વૉચ ગોઠવી છે.આંદોલનને થાળે પાડવા સરકાર તરફથી પ્રયાસો થઇ રહ્યાં છે.