ગાંધીનગર સધર્ન વેસ્ટર્ન એર કમાન્ડ હેડ ક્વાર્ટર દ્વારા વિજય દિવસની ઉજવણી નિમિત્તે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.*

ગાંધીનગર ખાતે આવેલા ભારતીય વાયુસેનાના સધર્ન વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) હેડ ક્વાર્ટર દ્વારા 12 ડિસેમ્બર 2020ના રોજ મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર સુધીની 195 કિમીની એક દિવસીય સાઇકલ રેલી યોજવામાં આવી હતી. 1971માં થયેલા ભારત -પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે “હર કામ દેશ કે નામ’ સૂત્ર સાથે આ રેલી યોજવામાં આવી હતી. 17 સાઇકલિસ્ટ્સની ટીમે આ રેલીમાં ભાગ લીધો હતો.

રેલીના માર્ગમાં, સાઇકલિસ્ટોએ સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કરીને ભારતીય વાયુસેના અંગે જાગૃતિ ફેલાવી હતી. આ રેલીને SWAC હેડ ક્વાર્ટરના વરિષ્ઠ મેન્ટેનન્સ સ્ટાફ ઓફિસર એર વાઇસ માર્શલ વી.કે. ગર્ગ, VSMએ લીલીઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો. ઉત્સાહી સાઇકલિસ્ટો આજ દિવસે પરત ફર્યા ત્યારે SWAC હેડ ક્વાર્ટરના વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર એર માર્શલ શ્રીકુમાર પ્રભાકરને તેમનું સ્વાગત કર્યું હતું.