*ગુજરાતમાં 49973 આયુષ પ્રેક્ટીશનરો છે*

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી(આયુષ) રાજ્યમંત્રી યેસ્સો નાઇકે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા 8 લાખ આયુષ પ્રેક્ટિશનરો(ડૉક્ટરો) માંથી ગુજરાતમાં કુલ 49 હજાર 973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મંત્રલાયમાં નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે