યુથ હોસ્ટેલ્સ રાજ્ય શાખામાં ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય શાખાની તાજેતરમાં બીલીમોરા યુનિટના યજમાન પદે ચીખલી નજીક આવેલ સુંદર અને પ્રાકૃતિક સાઈધામ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારી ચૂંટણીમાં નીચે જણાવેલ ઉમેદવાર ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાપુનગર અમદાવાદ યુનિટના ફાઉન્ડર સેક્રેટરી મુકેશ પડસાળા આગામી ત્રણ વર્ષ માટે સતત બીજી વખત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.