બગસરા પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ.ગુનાના કામે નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

શ્રી અધિક પોલીસ મહાનિરીદેકશ્રી, એ.ટી.એસ.,અને કોસ્ટલ સિક્યુરીટી, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ દ્વારા રાજયનમાં એ.ટી.એસ. ચાર્ટર મુજબના ગુનાઓ (હથિયાર, એન.ડી.પી.એસ., આતંકવાદી પ્રવૃત્તી, બનાવટી ચલણી નોટો વિગેરેમા નાસતા-ફરતા આરોપીઓ સતત દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોય, જેથી આવા એ.ટી.એસ. ચાર્ટર મુજબના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા તેમજ તેઓની ઉત્પાદન, સંગ્રહ, હેરા-ફેરી, વેચાણ અને ઉપયોગ સબંધિત પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા અંગે તા.૨૦/૦૪/૨૦૨૨ થી તા.૧૯/૦૫/૨૦૨૨ સુધી ખાસ ઝુંબેશ (Special Drive) નું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરના ઓની રાહબરી હેઠળ અમરેલી જીલ્લાનાં પોલીસ દળને જરૂરી સુચનાંઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા આવા ગુન્હાનાં કામે નાસતા-ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પે-રોલ/ફર્લો અને વચગાળાનાં જામીન ઉપથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પો.સ.ઈ.એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી.ટીમની અલગ-અલગ ટીમો બનાવી ચોક્કસ બાતમી મેળવી અમરેલી જીલ્લાનાં બગસરા પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ. એક્ટનાં ગુન્હાનાં કામે પકડવાનો બાકી રહેલ આરોપી (નાસતો-ફરતા)ને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

 

પકડાયેલ આરોપી

1️⃣ મથુરભાઇ હિરાભાઇ જમોડ ઉં.વ.૪૪, ધંધો-મજુરી રહે.કાલાસરી કોળીવાડ મહાકાળી ચોક તા.વીસાવદર જી.જુનાગઢ.

 

પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ

1️⃣ બગસરા પો.સ્ટે પાર્ટ-બી ગુ.ર.નં.-૧૧૧૯૩૦૦૯૨૨૦૨૦૭/૨૦૨૨ NDPS એકટની કલમ-ર૦(બી), ૨૯ મુજબ,નાં ગુનાના કામે પકડાયેલ મુખ્ય આરોપીએ તપાસ દરમિયાન કબુલાત આપેલ છે. કે, મજકુર ઈસમ સદરહું દાખલ થયેલ ગુનાના મુખ્ય આરોપીને ગાંજો બહાર થી લઇ આપતો હતો. .

 

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પો.સ.ઇ.એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી.ટીમનેબગસરા પો.સ્ટે.નાં એન.ડી.પી.એસ. ગુનાનાં કામે પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

 

રીપોર્ટર:- હિરેન ચૌહાણ