*હોંગકોંગનું એક્ઝિબિશન રદ*

સુરત ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની મોટી અસર સુરત-મુંબઈના હીરા બજાર સહિત દેશના જેમ સ્ટોનના વેપારને પણ થઇ છે. માર્ચમાં હોંગકોંગમાં થનારો જેમ એન્ડ જ્વેલરી શોે મેમાં કરાશે.10 દિવસના શોને ટૂંકાવીને 4 દિવસનો કરાયો છે. જેથી સુરત-મુંબઈના 500 એક્ઝિબિટર્સ, 10,000 વિઝીટર્સ સહિત સ્થાનિકોને આ બે માસ દરમિયાન મળનારો રૂ.9000 કરોડથી વધુનો વેપાર જોમખમાં મુકાયો છે. તજજ્ઞો જણાવે છે કે, એક્ઝિબિશન પોસ્ટપોન થતાં વેપારમાં 25 ટકાની અસર નોંધાશે.