*ગાંધીનગરમાં પોલીસે સેકટર 20માં સરકારી મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો*

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં પણ ખેપીયાઓ મોટા બુટલેગરો પાસેથી દારૂ મેળવીને છુટક વેચાણ કરતાં હોય છે. ત્યારે શહેરના રંગમંચ પાસે આવેલી ઘ-ટાઈપ વસાહતમાં મકાન નં.ર૪/૪ ની અંદર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો હોવાની જાણ સ્થાનિક ઈન્કવાયરી કચેરીને થઈ હતી. જેથી આ મામલે ઈન્કવાયરીના એસઓ એન.ડી.ઝડફીયાએ આ અંગે પોલીસને જાણ કરી હતી