*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.11/11/2020*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા.11/11/2020*

*નિયમોની એસીતેસી*
નવરાત્રિમાં ભલે ગરબાની મંજૂરી નહીં, ભાજપના નેતાઓ-કાર્યકરો વિજયોત્સવમાં ઢોલ-નગારાના તાલે ટોળે વળીને ગરબે ઘૂમ્યા
*ધરતીકંપના કારણે નર્મદા નદી ઉપર આવેલા પોઇચા બ્રિજને નુકસાન થતાં હવે ભારે વાહનો માટે ત્રણ મહિના માટે પૂલબંધ રહેશે.
તે માત્ર નાના વાહનો જ જઈ શકશે.
ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કાર્યાલય ખાતે ઉમટી પડ્યા છે. જો કે આ ઉજવણીમાં કોરોના વાયરસના સંક્રમણને ભાજપના નેતાઓ અને કાર્યકરો ભૂલી ગયા છે. સોશિયલ ડિસ્ટન્સની એસીતેસી કરીને ઉજવણી કરવામા આવી રહી છે. એટલું જ નહીં કોરોનાના નામે સરકારે ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો.પરંતુ પેટાચૂંટણીમાં ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ખુદ ભાજપની મહિલા કાર્યકરો સહિત નેતાઓ પણ ગરબા રમી ઉજવણી કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીની બે ગજની દુરીની સલાહ ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરો ભૂલી અને વિજ્યોત્સવ મનાવી રહ્યા છે
*
*2017માં કોંગ્રેસે જીતેલી 8 બેઠકો પર ભાજપે કબ્જો*
પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર, તમામ 8 બેઠક પર ભાજપનો વિજય
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જેને લઇને ભાજપ કાર્યાલયે વિજયોત્સવ જેવો માહોલ છે, જ્યારે પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો છવાયો છે. વોટ શેરિંગની વાત કરીએ તો આ આઠ બેઠકો પર ભાજપને 55 ટકા મત મળ્યા છે,
*
પાટીલ પેટાચૂંટણીની પ્રીલિમિનરી પરીક્ષામાં પાસ
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પરીક્ષા હતી, જેમાં પાટીલ ફુલ્લી પાસ થઈ ગયા છે. પાટીલની વ્યૂહરચના અને ટીમવર્કને કારણે ભાજપને ફાયદો થયો છે. ભાજપના ચૂંટણી-ચાણક્ય કહેવાતા અમિત શાહ પાસે જીતના પાઠ ભણેલા સી.આર. પાટીલે પહેલી જ પરીક્ષા પાસ કરી છે.
ઘોઘા – હજીરા રોપેક્સ સેવા ખૉટકાઈ
ઘોઘાથી હજીરા રો-પેક્સ ફેરીનું હજુ તો બે દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. જે ફરી ટેકનિકલ કારણોસર બંધ પડી.. બપોરે 12 વાગ્યે ઘોઘાથી ઉપડનારું શિપ જેટી પરથી ઉપડ્યું જ નહીં. જેને કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો.આ શિપ લોકાર્પણના બે દિવસ પહેલા પણ ટ્રાયલ દરમિયાન મધ્યદરિયે બંધ પડી ગયું હતું. અને માંડ માંડ જેટીએ પહોંચ્યું હતુ.
*
મહિલા પોલીસ કર્મચારીઓને ગિફ્ટ વાઉચર એનાયત
સુરત ખાતે ટેક્સ ટાઈલ્સ વર્કિંગ ગ્રૂપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા ગિફ્ટ વાઉચર એનાયત સન્માન કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી 960 મહિલા પોલીસ કર્મચારીઓને 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર અર્પણ કરાયા હતા. કોરોનાની મહામારી દરમિયાન ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મચારીઓનું રૂપિયા પાંચ હજારના ગિફ્ટ વાઉચર આપીને સન્માનીત કરાયા
*
બિહાર સરકારમાં સામેલ ત્રણ મોટા મંત્રી ચૂંટણી હાર્યા
ભલે સ્થિતિ સ્પષ્ટ ન થઈ હોય પરંતુ સરકારમાં સામેલ ત્રણ મંત્રીનો પરાજય થયો છે. હારનાર મોટા નેતામાં સુરેશ વર્મા, કૃષ્ણનંદન વર્મા અને રામસેવક સિંહ સામેલ છે.
*
MP પેટાચૂંટણીઃ જીતથી ભાવૂક શિવરાજ
મધ્ય પ્રદેશની 28 બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં બિજેપીની આગેકુચ થતી જોવા મળી રહી છે, 19 બેઠકો પર બિજેપીનાં ઉમેદવારો આગળ છે, જ્યારે માંધાતા બેઠક પર બીજેપી ઉમેદવારે જીત મેળવી લીધી છે, મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તેને જનતાની જીત ગણાવી છે, અને કહ્યું કે સિંધિયા બિજેપીમાં દુધમાં સાકરની જેમ ભળી ગયા છે.
*
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે જતુ હેલીકૉપટર ક્રેશ
ટ્રાન્સપ્લાન્ટ માટે હેલીકૉપટરમાં લઇ જવાઈ રહ્યું હતું હૃદય
બચાવકર્મીઓએ હેલીકૉપટરને કાપીને ‘હૃદય’ જે બોક્સમાં હતું તે બોક્સ બહાર કાઢ્યું અને દર્દી સુધી સુરક્ષિત રીતે પહોંચાડી દીધું. ઘટના 9 નવેમ્બરની છે જયારે બપોરે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે હૃદય હેલીકૉપટર દ્વારા લઇ જવાઈ રહ્યું હતું. હૃદય લઈને હેલીકૉપટરે સાન-ડિયાગોથી પૂર્વ લોસએંજલીસ માટે ઉડાન ભરી હતી.
*
ગુર્જરોની રાજસ્થાન સરકારને ધમકી
રાજસ્થાનમાં ગુર્જર આંદોલનકારીઓ સાથે ચર્ચા થયા બાદ રાજ્ય સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે અને આંદોલનકારી નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલા અને રાજસ્થાન સરકારનાં રાજ્ય કક્ષાનાં રમતગમત પ્રધાન અશોક ચાંદના વચ્ચે ચાલેલી મંત્રણામાં કોઇ સહેમતી સધાઇ નથી, જેથી હવે રાજય સરકારે 223 આંદોલનકારીઓ પર કેસ નોંધ્યો છે.
*
કપલને પ્રિ-વેડિંગ ફોટો શૂટ પડ્યુ ભારે
લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટો શૂટના કન્સેપ્ટનો ટ્રેન્ડ વધ્યો છે. આજની તારીખમાં લગ્ન પહેલા દરેક કપલ પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરાવે જ છે. આ માટે તેઓ હિલ સ્ટેશન, બીચ વગેરે જેવા પર્યટન સ્થળોમાં જઈને પોતાના આલ્બમને સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ મૈસુરુમાં એક કપલ માટે આ પ્રિ-વેડિંગ ફોટો શૂટ જીવલેણ બન્યો હતો.
આ કપલને કોરાકલ (ચામડાથી મઢેલું નેતરનું હોડકું) માં ટાઈટેનિક પોઝમાં ફોટો પડાવવો હતો.વરસાદ પડવાને લીધે પાણીની લહેરો અને પ્રવાહ ખૂબ જ મજબૂત હતો. પરિણામે કોરાકલ નિયંત્રણમાં રહ્યુ નહી અને કપલ ડુબી ગયુ હતું.
*
બે વકીલે અંડરવર્લ્ડ ડોનની સંપત્તિ ખરીદી
જાણકારી મુજબ, દિલ્હીમાં રહેતા વકીલ અજય શ્રીવાસ્તવે દાઉદ ઈબ્રાહિમની બે સંપત્તિ અને વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજે દાઉદની ચાર સંપત્તિ ખરીદી છે.
દાઉદની 4,5,7 અને 8 નંબરની સંપત્તિ ભૂપેન્દ્ર કુમાર ભારદ્વાજે ખરીદી છે, જ્યારે 6 અને 9 નંબરની સંપત્તિ વકીલ અજય શ્રીવાસ્તવે ખરીદી છે. દાઉદની 10 નંબરની સંપત્તિને ટેક્નિકલ કારણોસર હરાજીમાં રખાઈ ન હતી.
*
3 ટર્મમાં હારેલા વિજય પટેલે જીત મેળવી
ડાંગ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલે જંગી લીડ સાથે જીત મેળવી છે. છેલ્લી ચાર ટર્મમાં ભાજપે ટિકિટ આપી હતી. જેમાં એક જ વાર જીત મેળવી હતી. જ્યારે 5મી ટર્મમાં ફરી ટિકિટ આપવામાં આવી હતી. જેમાં વિજય થયો છે.
*
જીતુ ચૌધરી 5મી ટર્મ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં આવી જીત્યા
વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી ભાજપની કંઠી બાંધ્યા બાદ હવે તેઓ ભાજપના સિમ્બોલ પર પેટાચૂંટણી લડ્યા અને જંગી લીડ સાથે જીત્યા છે. જીતુ ચૌધરી અગાઉની જેમ જ કરોડપતિ ઉમેદવારની શ્રેણીમાં આવ્યા છે.
*
સુરત વેસુમાં દોડતી કાર રસ્તા પર પલટી મારી
વેસુ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર શ્યામ બાબા મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયાનો CCTV વાઈરલ થયો છે. લાલ કલરની એક કાર ફૂલ સ્પીડમાં પસાર થાય છે. એ દરમિયાન કારની બ્રેક ચોંટી ગઈ હોય અથવા તો સ્ટીયરીંગ લોક થયું હોય તેમ કાર ડિવાઈડર સાથે અથડાય છે. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર રસ્તા પર ઢસડાયને સામેના ડિવાઈડર સાથે અથડાય છે. બાદમાં કાર પલટી મારી જાય છે.
*
અંબાજી માતાજીને અન્નકૂટ ધરાવાયો
અંબાજી મંદિર, અઠવાગેટ ખાતે સોમવારે 52મો પ્રાગટ્ય દિવસ હોવાથી માતાજીને અન્નકૂટ ધરાવાયું હતું. સવારે 4 વાગ્યે અભિષેક, 56 પ્રકારની મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો હતો. કોરોનાને લીધે ભંડારો રદ કરાયો હતો. જેમાં દર વર્ષે 20 હજાર લોકો આવતા હતા. મીઠાઈઓ પણ ઘરે જ બનાવી હતી.
*
ભાજપના બે નેતાઓની હત્યા કરનારા આરોપીઓની અરજી ફગાવી
ભરૂચમાં ભાજપના બે નેતાઓની ગોળી મારીને હત્યા કરનારા આરોપીઓની વડોદરા જેલમાંથી સુરત જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી સ્પે. NIA કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સુનાવણી દરમિયાન સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે. આરોપી મોહસીન ખાન અને નિશાર શેખે જેલ ટ્રાન્સફર કરવા માટેની અરજી કોર્ટમાં કરી હતી
*
મોરબીમાં વિજય સરઘસમાં મેરજા માસ્ક વગર જોવા મળ્યા
ઉમેદવારની જીતના વધામણામાં ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ વિપક્ષ નેતા ધાનાણીનો ગઢ હોય કે હાર્દિકનો પ્રચાર છતાં કોંગ્રેસ ન ફાવી, ભાજપે સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર આયાતી ઉમેદવાર ઉતાર્યા છતાં વિજયી બન્યા
*