પ્રેસ નોટ..
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા વર્ષ 2020.21 માટે સ્વરોજગાર (આત્મનિર્ભર)યોજના અંતર્ગત મધ્યગુજરાતના ખેડા,આણંદ, પંચમહાલ,મહીસાગર,દાહોદ જિલ્લામાં અરજદારોના રીવ્યુ કેમ્પ 2 થી 11 નવેમ્બર દરમિયાન યોજાઈ રહ્યા છે.નિગમ દ્વારા છેલ્લા 2 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં નિગમની ટિમ અને ઉપાધ્યક્ષશ્રી વિમલ ઉપાધ્યાય નેતા નહીં સેવક દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરી 65000 લાભાર્થીઓને 575 કરોડ રૂપિયા સીધા ચુકવણી કરવામાં આવ્યા છે.કોરોનાની મહામારીમાં નિગમની સ્વરોજગાર- આત્મનિર્ભર યોજના,વેહિકલ ધિરાણ યોજના નો બહોળો પ્રતિસાદ મળ્યો છે.મધ્યગુજરાતમાં 2678 અરજદારોને રૂબરૂમાં જિલ્લામાં બોલવી મંજુરી ની પ્રક્રિયા ચાલી રહી છે…