*શું ગુજરાત ભાજપ ના સંગઠન અને મત્રી મંડળ માં આવી રહ્યા છે મોટા ફેરફારો???*
હાલ માં કેન્દ્ર માં NDA ની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 3.0 ની સરકારે શપથ ગ્રહણ કર્યા તેમાં ગુજરાત ભાજપ ના અધ્યક્ષ પદે બિરાજમાન શ્રી સી આર પાટીલ ને પણ કેન્દ્ર સરકાર માં કેબિનેટ કક્ષાના મંત્રી ની શપથ લીધા બાદ ગુજરાત ભાજપ ના નવા પ્રદેશ અધ્યક્ષ પદ ને લઈ ચર્ચાઓ ચાલી રહી છે સાથે સાથે ગુજરાત સરકાર ના મંત્રી મંડળ માં પણ મોટા ફેરફાર થાય તેવી અટકળો વહેતી થઇ છે
આ અટકળો વચ્ચે ગુજરાત ભાજપ ના નવા અધ્યક્ષ પદ માટે વેજલપુર ના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર નું નામ ચાલી રહ્યું છે તો હાલ ગુજરાત માં ક્ષત્રિય સમાજ ની નારાજગી જોતા કોઈ ક્ષત્રિય નેતા ને આં જવાબદારી પક્ષ દ્વારા સોંપવામાં આવે તો ગુજરાત સરકાર ના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા નું નામ પણ ચર્ચા માં આવી રહ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાત ના પાટીદાર સમાજ માંથી શ્રી રજનીભાઇ પટેલ નું નામ આવી રહ્યું છે
પરંતુ કહેવાય છે કે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા સરપ્રાઈઝ આપવા જાણીતા છે માટે આ નામો માત્ર અટકળ ગણી શકાય
આવી જ રીતે ગુજરાત સરકાર માં 4 થી 5 જેટલા ના મંત્રીશ્રી ઓ પણ શપથ ગ્રહણ કરી શકે તમે છે જેમાં પોરબંદર થી નવા ચૂંટાયેલ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને વિસનગર ચૂંટાયેલ શ્રી સી જે ચાવડા નો સમાવેશ મંત્રી મંડળ માં થઈ શકે તેમ છે