મોવી ગામેથી કમોદવાવ તરફ જવાના રસ્તે મોટરસાઈકલ રવીપ થઇ જતા ચાલકનું મોત

રાજપીપળા,

સાગબારા તાલુકાના મોવી ગામેથી કમોદવાવ તરફ જવાના રસ્તે મોટરસાઇકલ સ્લીપ થઇ જતા ચાલકનું
સારવાર દરમ્યાન કરુણ મોત નીપજ્યુ છે.

જેમા મરનાર કાંતીલાલ ઘેમાભાઈ વસાવા (રહે, મોવી) તેમની પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે ૨૨ જે ૮૦૨૧ ની
લઇને ખેતરેથી દાઢી બનાવવાનુ બ્લડ લેવા નિકળેલા તે દરમ્યાન સાંજના આશરે સાડા ચારથી પાંચેક વાગ્યાના
સુમારે મોવીથી કામોદવાવ વાળા રસ્તા ઉપર આવેલ મોવી ગામના મગનભાઇ સુકાભાઇ વસાવાના ખેતર પાસે
આવેલ રોડના નાળા પાસે મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને સ્લીપ ખવડાવી
દીધી હતી. તેઓ મોટરસાયકલ સાથે પડી જતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડી સારવાર
દરમ્યાન મોત નિપજયુ હતુ. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા