*એડવાન્સ બુકિંગ માટે ઓનલાઈન રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટની નીચેની લિન્ક પર ક્લિક કરો. https://rb.nic.in/rbvisit/rbvisit_mughal.aspx*
નવી દિલ્હી: રાજધાનીને મહેકતી રાખતો આ મુગલ ગાર્ડન એકવાર તો જોવા જેવો જ રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ પડે એટલે દરેકના શ્વાસમાં એ ગાર્ડનમાં રહેલા અધધ ગુલાબના ફૂલોની મહેક ચોક્કસ મહેકી ઉઠે. આમ પણ આ ગાર્ડન વર્ષમાં માત્ર એક જ મહિનો મુલાકાતીઓ માટે ખુલતો હોવાથી તેનું વિશેષ આકર્ષણ રહે છે.મુલાકાતીઓ માટે 5 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી આ ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવશે. ગાર્ડનની મુલાકાત માટે કોઈ ફી નથી. સોમવાર સિવાય મંગળવારથી રવિવાર સુધી આ ગાર્ડનની મુલાકાત લઈ શકાય છે. સમય છે સવારે 9.30 થી સાંજે 4 સુધી.નવી દિલ્હીમાં નોર્થ એવેન્યૂ નજીક રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર-35માંથી મુગલ ગાર્ડન માટેની એન્ટ્રી છે.