એચ.એ.કોલેજમાં ગાંધીજીના સિધ્ધાંતો ઉપર નેશનલ વેબીનાર યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની એચ.એ.ગાંધીઅન સોસાયટી ધ્વારા “મહાત્મા ગાંધીનાં વિચારો તથા તત્વજ્ઞાન” વિષય ઉપર નેશનલ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ધા કોલેજનાં પ્રિન્સીપાલ ડૉ. વિલાસરાવ દેશમુખ તથા પુનાના જાણીતા કેળવણીકાર ડૉ. શીરીષ સિંદડેએ તજજ્ઞો તરીકે વક્તવ્ય આપ્યુ હતુ. જેમાં તેઓએ ગાંધીજીના સિધ્ધાંતો સત્ય તથા અહિંસા ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. શિક્ષણ તથા આરોગ્ય લોકોને સરળતાથી મળે તેવું ગાંધીજી માનતા હતા. સમાજનું ઘડતર શિક્ષણથીજ થઇ શકે. વિશ્વમાં શાંતિ સ્થાપવી હોય તો સામ્રાજ્યવાદી સત્તાઓએ તેમની સામ્રાજ્યવાદી યોજનાઓનો ત્યાગ કરવો પડે તથા તેમના શસ્ત્રસરંજામોનો પણ ત્યાગ કરવો પડે જે તેમના માટે ઘણુ અઘરૂ છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે ગાંધીજીના મતે લોકશાહી, સમાજવાદ તથા બિનસાંપ્રદાયાકિતા વિશે વાત કરી હતી. ભાવી સમાજરચનામાં લોકોની સુખાકારી એ સૌથી વધુ અગત્યની બાબત છે. સત્ય ઈશ્વરનું સ્વરૂપ છે તથા અહિંસા આત્માની શક્તિ છે. સાદગીભર્યું જીવન વ્યક્તિને તંદુરસ્ત તથા સલામત રાખે છે. આ નેશનલ વેબીનારમાં અધ્યાપકો, આચાર્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા