*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 30/09/2020**
*નવરાત્રિના ઢોલ નહીં ઢબૂકે પરંતુ રાજકીય ચૂંટણીના ગાજશે પડઘમ*
*ગુજરાતવિધાનસભાની પેટાચૂંટણી જાહેર*
9 ઓક્ટોબર જાહેરનામુ બહાર પડશે 16 ઓક્ટોબર ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ17 ઓક્ટોબર ઉમેદવારી ફોર્મની ચકાસણી 19 ઓક્ટોબર ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે 3 નવેમ્બર મતદાન 10 નવેમ્બર મતગણતરીમુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે સિંધિયાની સાથે કોંગ્રેસનાં 22 ધારાસભ્યો ભાજપમાં સામેલ થતાં મધ્યપ્રદેશમાં 15 મહીનામાં કમલનાથ સરકાર પડી હતી ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની અને મધ્યપ્રદેશની 16 બેઠકની પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે
**
*પેટા ચૂંટણી જીતીને દિવાળી ઉજવીશું: પાટીલ*
સી.આર.પાટીલે પેટાચૂંટણીની તમામ બેઠકો પર જીત થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.વિધાનસભાની પેટાચૂંટણીને લઈને કાર્યકરોએ તમામ તૈયારી કરી હોવાનો દાવો વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ત્યારે આ પેટા ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે આ ચૂંટણીને લઈને અગાઉથી જ તૈયાર થઈને કામગીરી કરી છે. ભાજપના કાર્યકરો ઉત્સાહમાં છે. પરંતુ ચૂંટણી જાહેર થશે કે નહીં તે અસમંજસ વચ્ચે ચૂંટણી કમિશન દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. દિવાળી અગાઉ જ ચૂંટણી અને તેના પરિણામો જાહેર થવાના છે ત્યારે અમે આઠેય બેઠકો પર ચૂંટણી જીતીને દિવાળીની ઉજવણી કરીશું
*
*ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી*
ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવેલ છે આ એડવાઇઝરી વાહન અને વાહન ચલાવનાર સંબંધિત દસ્તાવેજ બાબત છે એડવાઇઝરી મુજબ વાહન અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી તા.૩૧.૧૨.૨૦૨૦ સુધી નાગરિકોને મુકિત આપવામાં આવે છે. આ દસ્તાવેજોમાં વાહનનું ફીટનેશ, ડ્રાઇવીંગ લાયસન્સ, આર.સી., પરમીટ વગેરેનો સમાવેશ થાય છે.
**
*બાબરી વિધ્વંસ મામલોઃ આજેCBI કોર્ટનો ફેસલો*
લખનઉઃ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે બહુપ્રતિક્ષિત ફેસલો બુધવારે સંભળાવશે. જે જોતાં કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સુરક્ષા ઈંતેજામ કરવાના આદેશ આપ્યા. કેન્દ્ર સરકારે ફેસલા બાદ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જિલ્લામાં કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે રાજ્યોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે.
**
*ઈન્ટરનેશનલ શાળાએ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે 1.5 લાખ માગ્યા*
સુરત: વાલી મંડળનો સંપર્ક કરશે તેવું માનીને શાળાના સંચાલકોએ તાત્કાલિક ફોન કરીને વાલીને અન્ય કોઈ પણ ફી વગર પ્રવેશ આપવાની વાત કરી માફી માંગી હોવાનું વાલીએ જણાવ્યું હતું.ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં આવેલી ઈન્ટરનેશનલ શાળા દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન હેઠળમાં એડમિશન આપવા બદલ વાલી પાસે 1.5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા
**
*આચાર્યા કલ્પનાબેનને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા*
પાલનપુરના શહેર નજીક આવેલ લક્ષ્મીપુરા તાલુકા શાળાના એચ-ટાટ આચાર્ય તરીકે ફરજ બજાવતા કલ્પનાબેન અમરસિંહ રાઠોડને શિક્ષક દિન નિમિત્તે રાજ્યપાલ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે
**
*જીજ્ઞાબેન શેઠનું યોગેશભાઈ ગઢવી દ્વારા સન્માન*
અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેશભાઈ ગઢવી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
**
*ભ્રષ્ટાચારના કારણે ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા રહે છે: કોંગ્રેસ*
ભરૂચ જિલ્લાના વાગરા સમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના વ્યવહારો થાય છે. જમીન સંપાદનમાં જીઆઈડીસી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો છતા સરકાર કેમ કૌભાંડીઓને બચાવી રહી છે: ડૉ. મનિષ દોશીએ
**
*શાળા સંચાલકો પોતાની શાળાના વેરા માફ કરવાની તૈયારીમાં*
શિક્ષણ વિભાગની ઢીલી નીતિના કારણે ખાનગી શાળા સંચાલકો ટ્યુશન ફી પણ ઘટાડવા તૈયાર નથી, એટલું જ નહીં સરકાર પર ઉપકાર કરતા હોય તેમ કેટલીક શરતોને આધીન ફી ઘટાડવા તૈયાર થઈ રહ્યા છે એટ લું જ નહીં ફી ઘટાડી સંચાલકો પોતાની શાળાના વેરા માફ કરવાની તૈયારી કરી રહ્યા છે, સ્કૂલ સંચાલકોએ કહ્યું કે જો વાલીઓ 31 ઓક્ટોબર સુધી 6 મહિનાની ફી ભરે તો વાલીઓને 25 ટકા ફીમાં રાહત આપવા માટે તૈયાર છે
**
*પોલીસ વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદ કરનાર મહિલાની ધરપકડ*
મુંબઈ: મહિલાએ મૂક્યો પોલીસ કર્મચારીઓ પર દુષ્કર્મનો આરોપઆ વર્ષે જાન્યુઆરીમાં મહિલાએ ઘાટકોપર થાણામાં તૈનાત બે પોલીસ કર્મચારીઓ તેમજ તેમના એક ખબરી વિરુદ્ધ બળાત્કાર તેમજ મારપીટ કરવાનો આરોપ હતો.
**
*જમીન સંપાદનના નાણા હજુ સુધી ખેડૂતોને નથી મળ્યા*
થરાદમાં નર્મદા કેનાલમાં થયેલી જમીન સંપાદનના નાણા ન મળતા ખેડૂતો નર્મદા કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા. સુઇગામના બેણપ ગામના ખેડૂતોએ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાથે રજૂઆત કરી. ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2006-07માં થયેલા જમીનન સંપાદનના નાણાં તેમને હજુ સુધી નથી મળ્યા
**
*ધોરાજીમાં ધરા ધ્રુજી 4.1 ની તિવ્રતાનો ભૂકંપ આવતા ફફડાટ*
બપોરે 3:45 કલાકે અચાનક ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાય ગયો હતો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા આ આંચકાની તિવ્રતા 4.1 હોવાની માહિતી મળી રહી છે. જો આ ભૂકંપનું કેન્દ્ર બિંદુક્યા છે તે હજુ સામે આવ્યું નથી
**
*હવે વિજળીનું સ્માર્ટ મીટર લગાવવું થશે ફરજિયાત?*
કેન્દ્ર સરકાર હવે પાવર સેક્ટરને લઈને મોટા પગલા ઉઠાવવા જઈ રહી છે. દેશમાં પહેલી વખત વિજળી ઉપભોક્તાઓને નવો પાવર મળનારો છે. તેના માટે પાવર મિનિસ્ટ્રીએ ઈલેક્ટ્રીસીટી રૂલ્સ, 2020 ઉપર સામાન્ય લોકો અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યા છે.
**
*આ માછલી વિનાશ કરી શકે વૈજ્ઞાનિકોને સતાવી રહ્યો છે ડર
અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફિશ વારાણસીના ગંગા નદીમાં મળવાથી જેટલું આશ્ચર્ય પેદા કર્યું છે તેટલી જ વૈજ્ઞાનિકો માટે ચિંતા ઉભી કરી છે.વારાણસીના રામનગરમાં રમનાથી થઈને વહેતી ગંગા નદીમાં નાવિકોને અજીબોગરીબ માછલી મળી છે. બિએચયુના માછલીના વૈજ્ઞાનિકોએ તેની ઓળખ સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફીશના રૂપમાં કરી છે. વૈજ્ઞાનિકો ચિંતા દર્શાવતા કહ્યું છે કે, તે માછલી માંસાહારી છે અને પોતાના ઈકોસિસ્ટમ માટે જોખમ પણ છે
**
*31ઓક્ટોબર નારોજ બનશે એક દુર્લભ ખગોળીય ઘટના*
*31 ઓક્ટોબરના રોજ પમ પૂર્મ ચંદ્ર જોઇ શકાશે સામાન્ય રીતે એક વર્ષની અંદર 12 પૂનમ હોય છે જ્યારે આ વર્ષે 13 પૂનમ છે*
ખગોળ શાસ્ત્રીઓ અને ખગોળીય ઘટનાઓના શોખીન લોકો માટે ઓક્ટોબર મહિનો ખાસ બની રહેશે ઓક્ટોબર મહિનાની અંદર એક દુર્લભ ખગોળીય ઘટના બનવા જઇ રહી છે. આ પહેલા આ ઘટના બીજા વિશ્વ યુદ્ધના સમયે એટલે કે 1944માં જોવા મળી હતી આ ઘટના ચંદ્ર સાથે જોડાયેલી છે. આમ તો ચંદ્ર સુંદર જ હોય છે પરંતુ આ દિવસે તેની સુંદરતા અનેક ગણી વઘી જશે. તેનું કારણ છે કે આ દિવસે ચંદ્ર વાદળી રંગનો થઇ જશે વિજ્ઞાનની ભાષામાં તેને બ્લૂ મૂન તરીકે ઓળખવામાં આવે છે
**
*હાથરસ ગેંગરેપઃ પીડિતાનું નહોંતું થયું યૌન શોષણ ગળું દબાવવાથી તુટ્યૂ કરોડરજ્જૂનું હાડકું મેડિકલ રિપોર્ટમાં થયા ખુલાસા*
ઉત્તર પ્રદેશના હાથરસ જનપદના ચંદપા વિસ્તારમાં બુલગાડીમાં 14 સપ્ટેમ્બરના રોજ 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ થયા બાદ તેનું મોત નીપજ્યું છે. તેના મોતથી આ વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. યોગી સરકાર ફરી એક વખત મહિલા અપરાધને લઈને વિપક્ષના નિશાના ઉપર છે. આ વચ્ચે અલીગઢ મેડિકલ કોલેજની રિપોર્ટથી આ મામલામાં નવો વળાંક આવ્યો છે.
**
*હાથરસ ગેંગરેપ: પીડિતા જીવનની જંગ હારી અંતિમ શ્વાસ લીધા*
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત છોકરી અંતે જીવનની જંગમાં હારી ગઈ છે. ત્રણ વાગ્યે તેણે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો છે 14 સપ્ટેમ્બરે ગેંગરેપ પછી બદમાશોએ તેની જીભ કાપી નાખી હતી અને કરોડ રજ્જુનું હાડકું તોડી નાખ્યું હતું.
**
*આપઘાત કેસમા આવ્યો નવો વળાંક*
*આણંદ વલ્લભ વિદ્યાનગર વડતાલના સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામી અમૃતજીવનદાસ સંતની મિત્રતાની કિંમત યુવાને પોતાનો જીવ ગુમાવીને ચુકવી પડી*
નરોડામાં ટુર્સ એન્ડ ટાર્વેલ્સના માલીકના આપઘાત કેસમા સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીએ હરીભકતોને નેપાળની ટુર કરાવીને પૈસા નહિ આપતા યુવકે આપઘાત કરવાનો વારો આવ્યો છે. સ્યુસાઈડ નોટ અને અંતિમ વિડીઓથી ખુલાસો થયો. પોલીસે સ્વામી અને મૃતકના પિતરાઈ ભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધી પુરાવા મેળવા તજવીજ હાથ ધરી છે
**
*બેંક ઓફ બરોડાની મહિલા અધિકારીને આઇ લવ યુ મેસેજ કરતા ધરપકડ*
સુરત બેંક ઓફ બરોડાની મહિલા સિનિયર મેનેજરને આઇ લવ યુ ના મેસેજ કરી હેરાન કરતા બેંકના જ સેક્શન -1ના સેલ્સ ઓફિસર વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. અડાજણમાં રહેતા રર્ચનાબેન (નામ બદલ્યું છે) બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે. અગાઉ મુખ્ય શાખામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. બેંકના ઓથોરિટીમાં ફરિયાદ કરતા બી.રામુ તેમની જ બેંકનો સેક્શન-1 સેલ્સ ઓફિસર હોવાનું જણાતા ઓથોરિટીએ તેને સમજાવવી ઠપકો આપવા કહ્યું હતું. બાદમાં તેણીની બદલી થઇ હતી.
**
*સરકારી લોનના નામે બેંક ઓફ બરોડામાં 9.52 કરોડનું લોન કૌભાંડ*
સુરત મગદલ્લા અને મોટા વરાછાની બેંક ઓફ બરોડામાં સરકારી લોનના નામે 9.52 કરોડના વધુ બે કૌભાંડ આ પહેલા રાંદેર અને ડુમસની બીઓબીમાંથી કરોડોનું લોન પકડાયું હતું. સીઆઇડીએ અલગ અલગ બે ગુનામાં તત્કાલિન મેનેજર સહિત 57 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. 57 પૈકી 25 લોનધારકોમાં મહિલાઓ સામેલ છે મોટેભાગે મહિલાઓના પતિ પણ લોનધારક છે. લોન કૌભાંડમાં તત્કાલિન બેંક મેનેજર રાજેશ પરમારની સંડોવણી બહાર આવી છે.
**
*આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક*
આજે સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં ઘણા જ મહત્વના મુદ્દે ચર્ચા કરવામા આવી શકે છે. જેમાં ખાસ કરીને સ્કુલ ફીના મુદ્દે સરકાર તેનો અંતિમ ફેંસલો જણાવશે. તો આ ઉપરાંત અનલોક મુદે ચર્ચા, ખેડૂતોના ઉભા પાક મુદે ચર્ચા, મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ચર્ચા, કોરોનાની વકરતી પરિસ્થિતિ તેમજ પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવશે.
**
*Bigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ*
બિગ બૉસ 14 એક તરફ જ્યાં ગોપી વહુ એટલે કે જિયા માણેકના શૉમાંથી બહાર જવાના સમાચાર આવી રહ્યા છે ત્યાં બીજી તરફ રાધે માના ભક્તો માટે સારા સમાચાર છે કે કલર્સે રાધેમાનો વીડિયો શૅર કરીને જણાવ્યું છે કે આ શનિવારે શૉ પર કોના આશીર્વાદ રહેશે.
**
*ભાજપ કૉંગ્રેસના આયાતીઓ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે*
રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ધારાસભ્યોના સંખ્યા બળના આધારે ભાજપે કોંગ્રેસ એમ બન્નેના બબ્બે ઉમેદવારો જીતી શકે તેમ હતું પરંતુ ખરા સમયે જ કોંગ્રસના ધારાસભ્ય પદેથી રાજીનામાં આપીને ભાજપના ત્રીજા ઉમેદવારને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવાનારા આઠ કોંગ્રેસીઓમાંથી મોટા ભાગનાને ભાજપ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારીને તેમના પક્ષ પલટાથી થયેલા રાજકીય લાભનો બદલો વાળી શકે છે.