શહીદે આઝમ સરદાર ભગતસિંહ –
પ્રેમમાં, લોકો એકબીજાને મારી નાખવાની વાત કરે છે, પરંતુ કોઈએ તમારા માટે જીવ આપ્યો છે?
હા, તમારા માટે, તમે આઝાદ હિંદની સવાર જોઈ શક્યા તેના માટે આપણા ભવિષ્યને,આવતી કાલ ને સુવર્ણ બનાવવા માટે, તેમણે પોતાના વર્તમાન નો હસતે હસતે બલિદાન આપી દીધો હતો, આજે આવા શહીદ-એ-આઝમ વીર ભગતસિંહનો 28 સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ છે.
કર્મ મારો ધર્મ છે, ધર્મ મારું જીવન છે,
જીવન મારો દેશ છે, મારો દેશ મારું શરીર,મન છે.
ભગતસિંહ માનતા હતા કે ધર્મનો અસલ સાર કર્મને પ્રાધાન્ય આપવાનો છે, પરોપકાર અને સંકટમાં ફસાયેલા અન્ય લોકોને મદદ કરતા કોઈ ધર્મ મોટો નથી,કર્મ નો સિદ્ધાંત એ હકીકત પર આધારીત છે કે તમે જેવું વાવો એવું ઊગે, જીવન એક અરીસો છે જે તમારા કર્મ બતાવે છે. કર્મ એ ધર્મ છે, તેથી આપણે કર્મ કરતા રહેવું જોઈએ આપણે ફળ જાતે જ મેળવીશું
મારું કર્મ મારો ધર્મ છે
સામાન્ય શબ્દો ધર્મના ઘણા અર્થો છે, જેમાંથી કેટલાક ફરજ, અહિંસા, ન્યાય, સદ્ગુણ વગેરે છે.
ધર્મનો શાબ્દિક અર્થ છે “ધારણ કરવા લાયક” સવ થી ઉચિત ધારણા જે દરેક વ્યક્તિ એ ધારણ કરવી જોઈએ
હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અથવા બૌદ્ધ ધર્મ કોઈ સંપ્રદાય અથવા સમુદાય નથી પરંતુ એવું માનવામાં આવે છે કે ધર્મ માણસને મનુષ્ય બનાવે છે, પરંતુ જો માણસ સારા કાર્યો કરે તો તે એક સારો માનવી છે.
જો તમે ધર્મ કરસો, તો તમારે ભગવાન પાસે માંગવું પડશે અને જો તમે કર્મ કરસો, તો ભગવાને તમને ફળ આપવું જ પડશે
માણસ દરેક પરિસ્થિતિમાં કેટલાક કર્મો કરતો રહે છે, ફળની ઇચ્છાથી વધુ સ્તરના કર્મો કરવામાં આવે છે!
મોટાભાગના લોકોના મનમાં એવું ચાલે છે કે જે તેઓ કરી રહ્યા છે તેનાથી તેમને શું મળશે? જો તમે પરિણામને ધ્યાનમાં રાખીને કોઈ ક્રિયા કરો છો તો તે તમારા બંધનનું કારણ બને છે અને જો તમે કોઈ પણ કાર્ય તમાર ફાયદા વિશે વિચાર્યા વિના કરો છો, એટલે કે, તમે તે ફક્ત એટલા માટે કરી રહ્યાં છો કે તેને કરવાની જરૂર છે, તો તે તમારો ધર્મ બની જાય છે. એટલે કહે છે “કર્મ કરો,ફળ ની ચિંત ન કરો”
તે જ રીતે, વ્યક્તિએ ફક્ત માનવતાના ધર્મનું પાલન કરવું જોઈએ,ના કી હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મોમાં વિભાજન
બીજા માણસો, પ્રાણી, પક્ષી અથવા કોઈપણ જીવ પ્રત્યે વ્યક્તિનો પ્રેમ અને એટલો જ પ્રેમ આ પ્રકૃતિ માટે આ મનુષ્યનું કર્મ હોવું જોઈએ.
નિરાધાર મહિલાઓ માટે મકાનોનું નિર્માણ, ત્યજી દેવાયેલા વૃદ્ધ અને માનસિક બિમાર લોકો માટે આશ્રમોનું નિર્માણ, ગરીબો માટે હોસ્પિટલ શિક્ષણ અથવા અનાથ લોકો માટે આશ્રમોનું નિર્માણ કરવું વગેરે તે જ માણસનો અસલી ધર્મ હોવો જોઈએ ના કે કોઈ પણ ધર્મ માટે કોઈ મંદિર, મસ્જિદ અથવા કોઈ ધાર્મિક સ્થળ બનાવવું…
ધર્મનો અસલ હેતુ તે પાયો પૂરો પાડવાનો છે કે જેના દ્વારા તે તેના અનુયાયીઓનું જીવન જીવવા માટે જરૂરી તમામ ગુણોને પરિપૂર્ણ કરીને, સમાજની સુખકારી માટે કામ કરી શકે.
આ સંદેશાઓનો સાર એ છે કે દરેક ધર્મ એકતાનો પાઠ શીખવે છે.કોઈ પણ ધર્મ બીજા ધર્મ માટે માનવતાનો વધ નથી કરતો કોઈ પણ ધર્મ માનવતાનો નાશ કરવાનું શીખવતા નથી.
યુદ્ધ, લોકોને લૂંટવું, દાણચોરી કરવી વગેરે ને ધર્મ નું નામ ના આપી શકીએ . મનુષ્યના કલ્યાણ માટે કરવામાં આવતી દરેક ક્રિયા કર્મ કે પૂજા છે, તેથી જ આપણે કહીએ છીએ. “કર્મ જ ધર્મ છે”
हिम्मत से ना वह हारा था,
अपने में वह मस्त मौला था,
तिरंगा वह लहराता था,
आजादी के गीत गाता था,
हौसलों की उड़ान था,
सच्चाई की वह मिसाल था,
दोस्तों की वह जान था,
गरीबों का वह सहारा था,
जिसके दिल में पूरा देश था,
वह एक ही भगतसिंह था ।
હું એક માનવ છું અને માનવતા ને પ્રભાવિત કરે તેના થી મને મતલબ છે
શહીદ ભગતસિંહ
હું એક મનુષ્ય છું અને મારી માનવતા એ મારું કર્મ અને ધર્મ છે.મને ધર્મના નામે કોઈ પણ સમુદાયો અને સંપ્રદાયોમાં વહેચસો નહીં.
જો તમે ઈશ્વરને પામવા માંગતા હોવ, તો એવી ક્રિયાઓ કરો જેથી તમને આશીર્વાદ મળે.
તેમના જીવનમાં કેટલાક લોકો આવા કર્મ કરે છે કે શરીર છોડ્યા પછી પણ તે લોકોના હૃદયમાં હંમેશા રહે છે સરદાર ભગતસિંહ આવા જ એક વ્યક્તિ હતા … એક વિચાર બનીને, ભાવના બનીને આજે પણ લોકો ના હૃદય માં છે, તે અંગ્રેજોની સામે સ્વતંત્રતા સંગ્રામમાં પ્રસ્તુત હતા એટલા જ પ્રસ્તુત આજે પણ છે અને હંમેશા પ્રસ્તુત રહેશે !!
सूनी पड़ी कब्र पर , दिया जलाते जाना
जलती चिता पर अपनी दामन भिगोते जाना
दिन खून के हमारे,
यारों न भूल जाना ….
अच्छा,रुखसत!
खुश रहो अहले वतन…. हम तो सफर करते हैं .
शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेले , वतन पर मिटने वालों का यही बाकी निशा होगा
इंकलाब जिंदाबाद..!