એચ.એ.કોલેજ ધ્વારા નેશનલ વેબીનારની સીરીઝ શરૂ થઇ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા વિષય આધારીત નેશનલ વેબીનાર યોજવાની સીરીઝની શરૂઆત થઇ છે. આજ રોજ સૌ પ્રથમ નેશનલ વેબીનાર એકાઉન્ટન્સી વિષય ઉપર યોજાયો હતો. જેમાં પેંડેમીકને કારણે દેશના ઉદ્યોગો અને વહેપારના હિસાબો ઉપર કેવી અસરો પડી છે તથા જુદા જુદા વેરાઓ કેવી રીતે ભરવા તેની ચર્ચા થઇ હતી. બેંગલોરના ક્રીસ્ટુ કોલેજના પ્રા.ડો.વિજયકુમાર તથા સીએ.ડો. ભારતી રાનડેએ સીસોર્સ પર્સન તરીકે વક્તવ્ય આપ્યુ હતું. આ રીતે બીજા પાંચ વિષયના નેશનલ વેબીનાર યોજવામાં આવનાર છે જેમાં સ્ટેસ્ટીસટીકસ, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, ફાઈનાન્સ તથા માર્કેટીગ ઉપર યોજાશે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં કોમર્સનાં વિદ્યાર્થીઓને કોમર્સ તથા ઇન્ડસ્ટ્રીઝની સ્થિતી શું છે તથા આગામી સમયમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે તેનાથી માહિતગાર કરવાનો પ્રયાસ કોલેજ ધ્વારા થઇ રહ્યો છે. આજનાં આ નેશનલ વેબીનારમાં ૩૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો.