દેવભૂમિ દ્વારકા: દ્વારકાના એસપી સુનિલ જોશીની સૂચના મુજબ અને એલસીબી દ્વારકાના પીઆઇ જે એમ ચાવડા અને PSI વી એમ ઝાલાના માર્ગદર્શન હેઠળ ભણવાડમાં મળેલ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમ્યાન ભાણવડ ટાઉનના પીપળાશેરીમાં રહેનાર શાહનવાઝ ઉર્ફે સાવન અનિશ મલેક તેના ઘરમાં ડુપ્લીકેટ તમાકુનું વેચાણ કરી રહ્યો હોવાની મળેલ જાણકારી મુજબ રેડ કરતા બાગબાન તમાકુના પાઉચના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો અને ટ્રેડમાર્કના કંપની અધિકૃતો દ્વારા આ માલની ખરાઈ કરવામાં આવતા ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. સઘન પૂછપરછ કરાતા આ જથ્થો અમરેલી જિલ્લાના ચલાલા ગામેથી લાવવામાં આવેલ હોવાનું ખુલતા પોલીસે તપાસનો દોર અમરેલી સુધી લંબાવ્યો છે. આ બાબતે ત્રીજો આરોપી વિશાલ કુંભાર, ચલાલા, અમરેલી ફરાર જોવા મળેલ છે. એલસીબી દ્વારા બાગબાન 138 તમાકુના 18720 પાઉચ કુલ મુદ્દામાલ રૂ 93600 નો કબજે કરી 2 આરોપી શાહનવાઝ મલેક અને પુનિત વલ્લભ પતાણી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Related Posts
ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ રૂા. ૨૫ ની સબસીડી આગામી ૩ મહિના સુધી આપવાની રજૂઆત સ્વીકારાતા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન
ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ રૂા. ૨૫ ની સબસીડી આગામી ૩ મહિના સુધી આપવાની રજૂઆત સ્વીકારાતા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન અન્ય…
❌ ખાસ ચેતવણી ❌*કોરોના વાયરસ પીડિતો માટે રાહત ફંડ ના નામે ઓનલાઈન ડોનેશન માટે ફોન ચાલુ થયા છે, જેમાં આપની વિગત પૂછવામાં આવે છે…. અને આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે*
❌ ખાસ ચેતવણી ❌* *હાલ કોરોના વાયરસ પીડિતો માટે રાહત ફંડ ના નામે સરકારી અધિકારી કે સંસ્થાઓ ના નામ થી…
આજે નર્મદામા પહેલી વાર એક પણ કેસ પોઝિટિવ ના નોંધાતા રાહત
આજે નર્મદામા પહેલી વાર એક પણ કેસ પોઝિટિવ ના નોંધાતા રાહત આજે 8 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ…