*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 21/09/2020*
*પી.આઇ. ઓ.એમ. દેસાઇની ધરપકડ*
કડી પોલીસ સ્ટેશનમાં થી દારૂ સગેવગે કરવાનો કેસ ગુના ના આરોપી પી.આઇ. ઓ.એમ. દેસાઈ થયા હાજર એમ.જે.સોલંકી સમક્ષ થયા હાજર સીટની ટીમે ઓ.એમ. દેસાઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરીઆ કેસમાં 9 પૈકી 8 આરોપીઓની અત્યાર સુધી થઈ ધરપકડ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદ પટેલની ધરપકડ બાકીકુલ 9 વિરુદ્ધ નોધાઇ હતી ફરિયાદ કુલ 9 આરોપીઓ ઓ એમ દેસાઈ પી આઇ, કડી પોલીસ સ્ટેશન પી એસ આઈ , કે એન પટેલ પી એસ આઈ, બારા એ એસ આઇ, મોહનભાઈ હેડ કોન્સ્ટેબલ, હિતેશ હેડ કોન્સ્ટેબલ, પ્રહલાદ પટેલ હેડ કોન્સ્ટેબલ, શૈલેષ રબારી હોમ ગાર્ડ, ગિરીશ પરમાર જી આર ડી ચિરાગ
******
*પી.આઈ. પ્રિતેશ જે. પટેલે આત્મહત્યા કરી*
ગાંધીનગર આપઘાત કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલ સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં જ આપઘાત કર્યો સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલે ગઇકાલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી છે.
**
*પી.આઇ બોડાણાની મિલકતોની એસીબીએ તપાસ શરૃ*
સુરત ચકચારી દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણના મુખ્ય આરોપી રાંદેરના સસ્પેન્ડેડ પીઆઈ બોડાણાની અપ્રમાણસર મિલ્કતોની સુરત એસીબી દ્વારા તપાસ શરૃ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પીઆઈ બોડાણા હજુ ફરાર છે તેમ છતા એસીબી તેમના આવકના અંગે તેમજ તેમની મિલ્કતો અંગે માહિતી મેળવી આ અંગે તપાસ કરશે
**
*SMCનો સ્ટાફ જ માસ્ક નથી પહેરતો*
સુરત પાલિકાના સ્ટાફને માસ્ક ન પહેરવા માટે માત્ર વોર્નિંગ આપવામાં આવે છે જાગૃત નાગરિકે પાલિકામાં ફરિયાદ કરી અધિકારીને ખખડાવ્યા નાગરિકે વીડિયો અને ફોટો પુરાવા તરીકે પણ આપ્યા શહેર જિલ્લામાં કોરોના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલિકાનો સ્ટાફ જ માસ્ક ન પહેરતો હોવાનો ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે.
**
*IRCTC એ આ બેન્ક સાથે મળી લોન્ચ કરી સ્કીમ*
રેલવેએ યાત્રીઓની સુવિધા માટે Rupay ક્રેડિટ કાર્ડ જાહેર કર્યુ છે. ડિજિટલ ઈંડિયાની પહલને પ્રોત્સાહન આપતા IRCTC અને SBI એ મળીને તેને લોન્ચ કરી છે. NFC ટેકનીકથી લેસ આ કાર્ડની મદદથી રેલ યાત્રી પીઓએસ મશીન પર કાર્ડ ટેપ કરી પોતાની ચૂકવણી કરી શકે છે તેની મદદથી યાત્રિઓને ખુદરા, ભોજન અને મનોરંજનની સાથે લેણદેણ શુલ્ક પર વિશેષ લાભ પણ મળશે. આ કાર્ડ પમરેએ ભોપાલ મંડળના સ્ટેશનો માટે પણ લાગુ કર્યુ છે.
**
*ફી રાહત મામલો: યોગ્ય નિર્ણય લેવાશે: નીતિન પટેલ*
સ્કૂલ ફીમાં રાહત આપવાનો મામલો શિક્ષણમંત્રી વાલીમંડળ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેશે, જો બેઠકમાંથી કંઈ નીકળે નહીં તો સરકાર નિર્ણય લેશે કોરોના મહામારીને કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી હાલ તેઓ ખાનગી સ્કૂલોની ફી ભરવાની સ્થિતિમાં નથી.
**
*આજની પ્રેસનોટ પાના નંબર-4 પર*
*સુરત રેલવે સ્ટેશન ખાતે લાયન્સ કલબ દ્વારા ૨૭૫ રાશન કીટનું વિતરણ*
સુરત રેલવે સ્ટેશન પર કામ કરતા ફૂલીઓ અને બુટ પોલીસવાળાને લાયન્સ કલબ સિટીલાઇટ નાકોડાલીજેન્ડરી ખટોદરા અને અઠવાલાઇન્સ તરફથી ૨૭૫ રાશન કીટ આપવામાં આવી હતી જેમાં સર્વિસકમિટીની હેડ શ્રીમતિ મોનાબેન દેસાઈ આરસી સંજયભાઈ સહિત કલબના અન્ય સભ્યો અને હોદ્દેદારોઓ ઉપસ્થિત રહિયા હતા
**
*આજનો લેખ પાના નંબર-4 પર*
લગ્ન બાદ દહેજની માંગણીના લીધે પરિણીત સ્ત્રીનું મોત થાય તો દહેજ મૃત્યુનો ગુનો બને: રવિ કુમાર એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ
*સુરતમિત્ર*
*આજનો લેખ પાના નંબર-4 પર*
*સંદેશ માંથી સભરનો ઉલેખ…*
નશો નાશનું મૂળ.. ઊંડા જતા મૂળિયા, દેશને પીડા આપતું શૂળ
prasann.bhatt@sandesh.com
**
*સુરતમાં 13 દિવસમાં 3ના આપઘાત*
સુરત શહેરમાં ભૂમાફિયા-પોલીસ અને વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. 13 દિવસમાં પાટીદાર આગેવાન સહિત ત્રણે સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો છે આ ત્રણેય કેસમાં 4 પોલીસ ભૂમાફિયા ત્રણ વ્યાજખોર સહિત 15 સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ પણ નોંધાઈ છે.
**
*ઉકાઈ ડેમની સપાટી ભયજનક 1.75 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાનું એલર્ટ જાહેર*
સુરત ડેમની.ઉકાઈ ડેમની સપાટી 343.59 ફૂટ સાથે 96.6 ટકા ભરાયો ઉપરવાસમાં વરસાદને પગલે ડેમ 345 ફૂટના ભયજનક લેવલથી માત્ર દોઢ ફૂટ જ દૂર રહ્યો છે. હાલ સપાટી 343.59 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક થવાની હોવાથી તંત્ર દ્વારા 1.75 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
**
*વડોદરામાં ભાજપના MLAની હાજરીમાં કાઉન્સિલરના જન્મદિવસનો તાયફો*
કાઉન્સિલર મનીષ પગારેના જન્મદિવસે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળ્યો જન્મદિવસના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને ગરીબ મહિલાઓને ભેગી થતા કોરોના સંક્રમણનો ભય ભાજપ ભૂતકાળના કાર્યક્રમોમાં ફેલાયેલા કોરોના સંક્રમણનો બોધપાઠ લેવાને બદલે ફરીથી કાર્યક્રમો યોજે છે
*
*વડોદરામાં ભાજપના MLA મધુ શ્રીવાસ્તવે માસ્ક પહેર્યા વિના ડાન્સ કર્યો*
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે માસ્ક પહેર્યા વિના સમર્થકો સામે ડાન્સ કરીને ગાઇડ લાઇન્સ નો ભંગ કર્યો હતો.વાઘોડિયાના શ્રીવાસ્તવે હનુમાન મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યોકોરોના સંક્રમિત થયા ત્યારે પણ હોસ્પિટલમાંથી વિડિયો વાઇરલ કર્યો હતો
*
*ધન્વંતરી રથ સંજીવની રથ અને કોરોના ટેસ્ટિંગ વાહનના ચાલકો હડતાળ પર*
રાજકોટ વાહનોના થપ્પા મારી ચાલકો હડતાળ પર ઉતરી આવ્યા હતા મનપા દ્વારા પગારના ચેક આપવાની ખાતરી આપતા હડતાળ સમેટાઈકોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરના તમામ 18 વોર્ડમાં ધન્વંતરી રથ, સંજીવની રથ અને કોરોના ટેસ્ટિંગ માટે વાહનો ફરી રહ્યા છે. પરંતુ મનપા દ્વારા સમયસર પગાર ન મળતા ચાલકો હડતાળ પર ઉતરી આવ્યા હતા
**
*અમેરિકામાં અનેક કોલેજો શરૂ હજારો વિદ્યાર્થીઓ ચેપથી પ્રભાવિત*
ટેસ્ટિંગ, માસ્ક પહેરવા સહિત અન્ય સાવચેતીઓ રાખવાથી કોઈ ફેર પડ્યો નથી.ચેપ બેકાબૂ થયા બાદ અનેક કોલેજ ફરી બંધ, ફેકલ્ટીએ કેમ્પસ ફરી ખોલવાનાં જોખમો ગણાવ્યા
**
*આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી*
એટીએમ મશીનમાં રહેલા કાર્ડ રીડરની ચોરી કર્યા બાદ ડેટા ક્લોનિંગ મશીન દ્વારા બનાવટી એટીએમ કાર્ડ બનાવી લોકોના બેંક ખાતાઓમાંથી રૂપિયા ઉપાડી લેતી આંતર- રાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અલગ અલગ રીતે આચરવામાં આવેલ કુલ દસ જેટલા ગુણાઓનો ભેદ ઉકેલી કાઢ્યા છે.
**
*સરકારે 2 હજારની નોટની છાપણી નથી કરી બંધ: નાણા મંત્રાલય*
નાણા મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે, તેઓએ 2000 રૂપિયાની ચલણી નોટો છાપવાનું બંધ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે કોઈ પણ વસ્તુની ચલણી નોટ અંગે નિર્ણય લેતા પહેલા આરબીઆઈની સલાહ લીધી હતી.પ્રેસમાં ઉત્પાદક પ્રવૃત્તિઓને 23 માર્ચ 2020 થી 3 મે 2020 સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. પ્રેસમાં બેંકનોટનું છાપકામ 4 મે 2020 થી ફરી શરૂ થયું.
**
*કારમાં માસ્ક ન પહેરવા પર 500 નો દંડ વ્યક્તિએ માંગ્યુ 10 લાખનુ વળતર*
કોરોના વાયરસ સંક્રમણને ફેલવાથી રોકવા માટે માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટેસિંગ બનાવી રાખવુ જરૂરી છે. માસ્ક ન પહેરતા લોકો પર દંડ પણ લગાવાય રહ્યો છે. તાજો મામલો દિલ્હીનો છે જ્યા એક વ્યક્તિ માસ્ક વગર કારમાં એકલો યાત્રા કરી રહ્યો હતો. માસ્ક ન પહેરતો જોઈને પોલીસે તેને રોક્યો અને 500 રૂપિયાનો દંડ લગાવ્યો. આ વ્યક્તિએ આ મામલાને લઈને કોર્ટમાં અરજી નોંધાવીને દંડની રકમ પરત માંગી એટલુ જ નહી વળતર પેટે 10 લાખ રૂપિયાની પણ માંગ કરી છે.
**
*શુ છે મામલો*
દિલ્હીના સૌરભ શર્મા વ્યવસાયે વકીલ છે. તે 9 સપ્ટેમ્બરના રોજ પોતાની કારમાં એકલા જઈ રહ્યા હતા. માસ્ક નહોતો પહેર્યો. આવામાં ગીતા કોલોની પાસે પોલીસે તએને રોક્યો અને 500 રૂપિયાનો દંડ લગાવ્યો. તેમણે કહ્યુ પણ કે કારમાં એકલા મુસાફરી કરતા માસ્ક પહેરવો જરૂરી નથી. પણ પોલીસવાળાએ તેમનુ સાંભળ્યુ નહી અને દંડ પણ વસુલ કર્યો. પરિણામ સ્વરૂપ સૌરભે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી નોંધાવી અને દંડની રકમ સાથે સરકારી અધિકારીઓ પાસે સાર્વજનિક રૂપથી માનસિક પ્રતાડિત કરવા બદલ વળતર પેટે દસ લાખ રૂપિયાની માંગ કરી છે