અમદાવાદ: કોરોનાની મહામારીમાં અનેક ધંધા વ્યાપાર ભાંગી પડ્યા છે. કોરોના વાયરસને કારણે ઘરથી બહાર નીકળનારી દરેક વ્યકિતએ માસ્ક પહેરવું અનિવાર્ય છે. તો બીજી તરફ માસિકની માંગ ધુમ વધી છે. જેથી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીની કીર્તિ સોનીએ માસ્કમાં વૈવિધતા લાવી ડિઝાઇનર માસ્ક તૈયાર કર્યા છે. જેમાં ચેક્સ,પ્લેન કલર સહિતની ડિઝાઈનવાળા માસ્ક માર્કેટમા ધુમ મચાવી રહ્યા છે.
મોભો વધારે તેવા માસ્ક
ડિઝાઇનર માસ્કની વધી રહી છે ડિમાન્ડ.
અમદાવાદ શહેર દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. હાલમાં જ્યારે કોરોનાની મહામારી છે ત્યારે વિવિધ ટ્રેન્ડના ફંકી માસ્ક હવે જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેવી રીતે માસ્ક હવે જાણે લોકો માટે મોભો વધારવાનું સાધન બની ગયું છે. ત્યારે માસ્કની આ વિવિધ ડિઝાઇનથી લોકોમાં માસ્ક પહેરવાની અવેરનેશ વધશે તે ચોક્કસવાત છે. તો માસ્કની આ વધતી ડિમાન્ડથી ઘણા કારીગરોને રોજગારી પણ મળી રહે છે.
કીર્તિ સોની જણાવે છે કે દુનિયા માં ફેલાયેલી કોરોના નામ ની મહામારી થી બચવા માસ્ક એક કવચ નું કામ કરે છે એટલે માસ્ક પહેરવું એ અત્યંત જરૂરી છે. પરંતુ લોકો સદા માસ્ક પહેરતા પહેરતા કંટાળી ગયા છે લોકો માસ્ક પહેરે અને એમાં નવીનતા આવે એના માટે મે પેઇન્ટિંગ વાળા ડિઝાઈનર માસ્ક બનાવ્યા જેથી લોકો માં તે પહેરવાની જિજ્ઞાસા જાગે અને લોકો તેને ફૅશન સાથે જોડી હોંસે હોંસે માસ્ક પહેરે છે.
મે જોયુ ઘણા લોકો હવે માસ્ક થી કંટાળી ગયા છે અને માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે એટલે મારા મન માં વિચાર આવ્યો કે જો માસ્ક પર પેઇન્ટિંગ કરી ને એને આકર્ષક બનાવામાં આવે તો લોકો તેને ખુશી થી પહેરશે. પેઇન્ટિંગ વાળા ડિઝાઈનર માસ્ક લોકો હવે શોખ થી પહેરવા લાગ્યા છે તેઓ માસ્ક ને આવકારવા લાગ્યા છે.
એક તરફ લોકોમાં માસ્ક બાબતે જાગૃતિ આવી છે તો યુવાનો હવે પોતાની પસંદગી અનુસાર પણ વિશેષ માસ્ક ડિઝાઇન કરાવી રહ્યા છે. કેટલા લોકો પોતાના વ્યવસાય ને લગતા માસ્ક બનાવડાવે છે તો કેટલા પોતાના ના બાળકો તેમજ પ્રિયજનો માટે પેઇન્ટિંગ કરાવડાવે છે. પોતપોતાના વ્યક્તિત્વ ને અથવા પોતાના વ્યવસાય ને ને લગતા માસ્ક લોકો પસંદ કરે છે.
કીર્તિ સોની ગુજરાત વિદ્યાપીઠમાં યોગનો અભ્યાસ કરે છે તો સાથે સાથે માસ્ક બનાવી આત્મનિર્ભર બની ગાંધીજી ના સ્વાવલંબનના ધ્યેયને પણ સાર્થક કરી રહી છે. લોકો મારા પેઇન્ટિંગ કરેલા માસ્ક જોઈ જે ખુશી સાથે તેને પહેરે છે તે જોઈ મારો શોખ પણ પૂરો થાય છે અને માસ્ક દ્વારા મારી એવી નાની આવક પણ થઈ જાય છે.