દારુ છુપાવવાના બુટલેગરોના નવા નુસખા
બુટલેગરે દારુની ૪૮બોટલોને છાતી સાથે શરીરે શેલોટેપ પટટીથી બાંધીને છુપાવી
નાંદોદ તાલુકાનાવણઝર ગામમાંથી એલસીબી પોલીસેબુટલેગરની દબોચી લીધા
રાજપીપળા,તા.૯
એન્કર :
આજકાલ બુટલેગરો દારુની હેરાફેરી કરવા માટે પોલીસની નજરથી બચવા માટે અવનવા નુસખા અજમાવવા પડે છે. જેમાં પોલીસનીનજરથી બચવા દારુ છુપવવાનોનવો નુખો અપનાવ્યો હતો.જેને પોલીસે ઝડપી પાડયો હતો,આ બુટલેગરે દારુની૪૮બોટલોને
છાતી સાથે આગળ પાછળ શરીરે સેલોટેપની પટટીથી બાંધીને દારુ છુપાવ્યો હતો.
વી .ઓ :
નર્મદા જિલ્લામાં પોલીસની ધાક વધતા બુટલેગરે દારૂની હેરાફેરી
માટે નવતર પ્રયોગ કરતા જોઇનેખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
નર્મદા જિલ્લા પોલીસવડા હિમકરસિંહના આદેશ મુજબ નર્મદાએલસીબી એ.એમ.પટેલ ,પીએસઆઈ સી.એમ .ગામીત સહિત
અન્ય પોલીસ કર્મીઓએ રાત્રી દરમ્યાન કોબિંગ કરી રહયા હતા. ત્યારે નાંદોદ તાલુકાના વણઝરગામની કેનાલ પાસે એકટીબીએસ
વિક્ટરમો.સા.નં જીજે ૨૨ ૯૮૬૪ પર જઈ રહેલ નિલમભાઇ નરપતભાઈ વસાવા પર શંકા જતા એને ઉભો રાખી પૂછપરછ હાથ
ધરી હતી. તપાસ દરમ્યાન એના શરીર પરથી ઇગ્લીશ દારુના૪૮ નંગ ક્વાટરીયા પોલીસને મળી આવ્યા હતા.રાજપીપળા પોલીસે
બુટલેગરને પકડી કાર્યવાહી હાથ ધરી છે., નવાઇની વાત એ છે તેણે બોટલો પોતાના શરીરે બાંધી રાખી હતી.પોલીસના રાત્રી
કોબિંગ દરમ્યાન ઝડપાયો હતો.
હાલમાં નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ દારૂની હેરાફેરી પર સધનવોચ રાખી રહી છે. પોલીસ દ્વારા રાત્રી
પેટ્રોલિંગથી માંડીને અંતરિયાળ અને અન્ય રાજયોના બોર્ડર વિસ્તારમાં સાથે જોડાયેલા વિસ્તારમાં પોલીસ દ્વારાસઘન ચેકીંગ હાથ
ધરાઇ રહયુ છે, ત્યારે નર્મદા જિલ્લા એલસીબી દ્વારા પોતાના શરીર પર દારૂની બોટલો બાંધી દારૂની હેરાફેરી કરવાના
બુટલેગરોના પેંતરાબાદ પોલીસ સચેત બની ગઇ છે અને સઘન ચેકીંગ વધારી દીધુ છે. ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર: જ્યોતિ જગતાપ રાજપીપળા