મૃત્યુ. સસ્તુ.. સાવ સસ્તુ… માત્ર ૩૫૦ રુપિયા પર હેડ..” ડૉ. સ્વપ્નિલ મહેતા.

“મૃત્યુ. સસ્તુ.. સાવ સસ્તુ… માત્ર ૩૫૦ રુપિયા પર હેડ..” ધર્મસ્થાન અને ચેમ્બરમાં હંમેશા ૧૦૦%અનામત પરાપૂર્વથી ચાલી આવે છે.. પણ ધર્મસ્થાનમાં કોઈ ગૂંગળાઈને મરી ગયો હોય એવો દાખલો નથી… આ ચેમ્બર એટલે ચેમ્બર ઓફ કોમર્સ નહિ… આ ચેમ્બર એટલે ગટર.. રૌરવ નરક…. ભ્રષ્ટ તંત્રએ પાડેલા ખાડા અને અને પોતાના પેટના ખાડા બંનેને એક સાથે પુરવા માટે બે નવલોહિયા ભારતીયો પોતાની સો ટકા અનામતને છાતીએ બાંધીને રાષ્ટ્રીય કાર્ય માટે ભારતમાતાના જય બોલાવ્યા વગર કામે લાગે છે.. ” જયલા.. ગટરમા ઉતરી વાલ્વ બંધ કરવાનો છે…” કોન્ટ્રાક્ટર કહે છે.. માનવ અધિકારવાળાએ ગટરમા ઉતરવાની ચોકખી ના પાડી છે.. મરનાર જયલાએ જણાવ્યુ હશે.. જવાબમાં કોન્ટ્રાક્ટરે માનવ અધિકારની માબેન એક કરી પોતાનો એકાધિકાર સિધ્ધ કર્યો હશે.. આવી જ ગાળો તે કોર્પોરેટરો ની, ચીફ ઓફીસરની અને ત્યાંના સ્થાનિક વગદાર નાગરિકોની સાંભળી ચૂક્યો છે.. એટલે આ અભેદ માર્ગના યાત્રીઓનો માનવાધિકાર એને સ્વાભાવિક પણે ન દેખાય.. ” પહેલા તમે બધા ગટરમા ઉતરતા જ હતા ને .. બધા મર્યા? હવે આ માનવઅધિકારની ફેશન આવી છે.. પહેલા ક્યા હતી? પગાર માનવાધિકારવાળો આપે છે.?હોળી દિવાળી લગ્ન જેવા તમારા પ્રસંગો કોણ સાચવે છે? કોન્ટ્રાકટર બગડયો હશે ગટરમા નહિ ઉતરશો તો બીજુ કરશો શુ? વાત કરો છો… કોન્ટેક્ટર એવુ મનમા બોલ્યો હશે..પછી કહયૂ હશે. “ઉતરો.. પાંચસો આપીશ બસ…” ” બંનેને અલગ અલગ…?” “ના મજિયારા…” “ના પોહાય…” “ત્યારે…” “હજાર આલજો…” “ના સાતસો આપીશ…ઉતરો હવે.. ” સાતસો જેટલી મસમોટી રકમ જોઈ બંને ભાઇઓની આંખો ચમકી હશે.. સાંજે ગોશ લઈ જવુ. ધણા દાડે કશુક હારુ બનાવીને ખાવું… છોકરા કયારનાય જલેબી જલેબી કરે છે.. છોડીનુ ગુજરીમાથી નવુ ફરાક..બાપાના ફોટા ઉપર નવો સુખડનો હાર… બંને સુખને મમરાવતા ચેમ્બર પસાર કરી નાંખી.. અને જિંદગી પણ.. અરે હા યાંદ આવ્યુ.. કેવળ એક સેકન્ડમાં બે કિલોમીટરનું અંતર કાપતી અવાજથી છ ગણી ઝડપે ગતિ કરતી મિસાઇલ પ્રક્ષેપણ કરીને આપણે વિશ્વનો ચોથો દેશ બની ગયા છે.. અભિનંદન