અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. એમબીએ થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો હતો. ઝડપાયેલા એમબીએ કાર ચોરની પુછપરછમાં, તેણે અત્યાર સુધી 45થી વધુ કારની ચોરી કરી હોવાનું કબુલ્યુ છે. અને ચોરેલી તમામ કાર રાજસ્થાનમાં સસ્તામાં વેચી મારી છે.