નર્મદાના પૂરના પ્રકોપથી તિલકવાડા તાલુકામાં 500 થી વધુ હેક્ટર ખેતીમાં ભારે નુકસાન.

કપાસ, તુવેર, કેળાનો પાક પાણીમાં કરોડોનું નુકસાનથી ખેડૂતો પાયમાલ.
રીંગણ, વાસણ, વડીયા, ચુડેશ્વર સહિતના 18 થી વધુ ગામોમાં 501 હેક્ટરમાં નુકસાન.
રાજપીપળા,તા.2
નર્મદાના પૂર પ્રકોપથી છોડાયેલ પાણી તિલકવાડા તાલુકાના કાંઠા વિસ્તાર ગામોમાં ઘુસી જતા 18 થી વધુ ગામોમાં 500થી વધુ હેકટરમાં પાણી ફરી વળતાં ખેતીમાં ભારે નુકસાન થયાના અહેવાલ છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ અતિભારે વરસાદ તથા નર્મદામાં ભારે પૂર આવવાના કારણે તિલકવાડા તાલુકામાં 31. 8. 20ના સર્વે મુજબ ના સત્તાવાર નુકસાનીના આંકડા આપતા 18 ગામોમાં 501 હેક્ટર વાવેતરમાં નુકસાન થયાનું જણાવે છે. જેમાં ગણશીધા (26 હેકટર), ચુડેશ્વર(52), વડીયા- કારા (62), તિલકવાડા(43), ચિત્રાખાડી (16), કમસોલી (24 ), મોટી કમસોલી (18 ), ટે. કમસોલી( 17), ઉંચાદ (18), રેંગણ ( 37), વસણ ( 32), મરસણ ( 22 ), વીરપુર (17), ગામોડ ( 26 ), મોરા (38 ), નળગામ (19 ), મારૂઢિયા (11), નલિયા( 23 )મળીને કુલ 501 હેક્ટર વાવેતર પાકને નુકસાન થયાનું જણાવ્યું છે. અને જો હજી વધુ વરસાદ પડે અને નર્મદા ડેમમાંથી વધુ પાણીની આવક થાય તો નુકસાની વધી શકે છે એમ પણ જણાવ્યું છે.
ગામના ખેડૂતોનો જણાવવું છે કે અમારા ઉભા પાકમાં પાણી ફરી વળ્યા છે. કુવાનું પાણી પાણીની મોટર પાઇપો પણ પાણીમાં ડૂબી ગઈ છે. ખેડુતો બેહાલ છે. સત્વરે સર્વે કરી નુકસાનીનું વળતર આપવાની માંગ કરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા