અમદાવાદ આસ્ટોડીયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી. વૃદ્ધ દંપતીનો બચાવ.

અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ JMC ને રજૂઆતો કર્યા છતાં આ મકાન ને ઉતારી ન લેતા એક મોટી દુઘટના બનતી અટકી હતી. કોઈનો જીવ લેવાની રાહ જોતું હોય એમ કોઈ કાર્યવાહી નહીં કરાતા મકાન અચાનક ધડાકા સાથે તૂટી પડ્યું હતું. મકાનમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું તે સામેના ઘેર બેસવા ગયેલ હોવાથી આબાદ બચાવ થયેલ છે અત્યાર સુધી કોઈ જાનહાની ના સમાચાર મળેલ નથી