બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદે ભુક્કા બોલાવ્યા.

ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહી મુજબ હજુ બે દિવસ ભારે વરસાદ પડશે. દરમિયાન 30 અને 31 ઑગસ્ટ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. દરમિયાન 30મી ઑગસ્ટે રવિવારે બપોર સુધીમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બપોરના 1 કલાક સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, દાહોદ, પંચમહાલ, ખેડા, મહિસાગર જિલ્લામાં 1 વાગ્યા સુધીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.