સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા દેશભરમાં વકીલો અને ડોક્ટરોને મોટા ટેક્સની ચુકવણી માટેની નોટિસો ફટકારવામાં આવી
હેલ્થ અને મેડિકલ પ્રેક્ટિશનર્સ અને વકીલોને સર્વિસ ટેક્સની ચૂકવણી માટે મોકલાયેલી નોટિસો રદ કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ચેમ્બર દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆત અંગે માહિતી આપતા ચેમ્બરના ડાયરેક્ટ એક સમિતિના ચેરમેન સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા તાજેતરમાં હેલ્થ અને મેડિકલ પ્રેક્ટિશનર્સ તથા વકીલોનો સર્વિસ ટેક્સની ચૂકવણી માટે નોટિસ મોકલવામાં આવી છે.
સર્વિસ ટેક્સ અંતર્ગત નેગેટિવ લિસ્ટમાં આવેલી સેવાઓ અથવા સર્વિસ ટેક્સમાંથી ખાસ મુક્તિ અપાયેલી સેવાઓ સિવાય તમામ સેવાઓ સર્વિસ ટેક્સને પાત્ર છે. 20 જૂન 2012ના નોટિફિકેશન ક્રમાંક 25/2012 માં (મેગા એક્ઝેમ્પશન નોટિફિકેશન) સર્વિસ ટેક્સમાંથી મુક્તિ મેળનારી સેવાઓની યાદી આપવામાં આવી છે. હેલ્થ અને મેડિકલ પ્રેક્ટિશનર્સ અને એડવોકેટ્સ માટે સર્વિસ ટેક્સને લગતી નીચે મુજબની એન્ટ્રી રજુ કરેલ છે.
હેલ્થ અને મેડિકલ પ્રેક્ટિશનર્સ માટે:
• મેગા એક્ઝેમ્પશન નોટિફિકેશનની એન્ટ્રી નં. 2 પ્રમાણે,
i) ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ, ઓથોરાઇઝ્ડ મેડિકલ પ્રેક્ટિશનર અથવા પેરા-મેડિક્સ દ્વારા હેલ્થકેર સેવા;
ii) એમ્બ્યુલન્સમાં દર્દીના પરિવહનની સેવા;
2A. સ્ટેમ સેલ પ્રિઝર્વ કરવા માટે કોર્ડ બ્લડ બેન્કની સેવાઓ અથવા આવા પ્રિઝર્વેશન અંગે બીજી સેવાઓ;
2B. કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટીના ઓપરેટર દ્વારા બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટેની સેવાઓ ;
• મેગા એક્ઝેમ્પશન નોટિફિકેશનની એન્ટ્રી નંબર 3 પ્રમાણે પ્રાણીઓ અથવા પક્ષીના આરોગ્યના સંબંધમાં વેટેરિનરી ક્લિનિકની સેવાઓ
વકીલો માટે:
• મેગા એક્ઝેમ્પશન નોટિફિકેશનની એન્ટ્રી નંબર 6 અનુસાર નીચે મુજબની સેવાઓ –
, –
(i) એડવોકેટ અથવા કાનૂની સેવા પૂરી પાડતા એડવોકેટની પાર્ટનરશિપ કંપની;
(ii) બિઝનેસ એન્ટીટી સિવાયની કોઇ પણ વ્યક્તિ અથવા
(iii) અગાઉના નાણાકીય વર્ષમાં દશ લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી બિઝનેસ એન્ટીટી
• અગાઉના નાણાકીય વર્ષમાં દશ લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર હોય તો સેવા મેળવનારે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ 100 ટકા સર્વિસ ટેક્સ ભરવો પડશે. તેથી સર્વિસ ટેક્સ ભરવા અંગે વકીલોની કોઈ લાયેબિલિટી રહેતી નથી.
આમ છતાં હેલ્થ અને મેડિકલ પ્રેક્ટિશનર્સ તથા એડવોકેટ્સને CGST તરફથી
FY 2013-14 થી FY 2017-18 (જૂન 2017 સુધી)ના ગાળા માટે સર્વિસ ટેક્સનીચૂકવણી માટે નોટિસ મળી રહી છે. મેડિકલ પ્રેક્ટિશનર્સ અને એડવોકેટ્સને સર્વિસ ટેક્સની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે તેથી તેમને આવી નોટિસ ફટકારવાનો કોઇ અર્થ નથી.
કોવિડની ગંભીર સ્થિતિમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ દિવસરાત કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આવી બિનજરૂરી ડિમાન્ડ નોટિસ પાઠવવાથી તેમના પર બોજ વધશે.