વર્ષ 2020માં હોરર કોમેડી ફિલ્મ “અફરા તફરી” ને ખૂબ જ સારો રિસ્પોન્સ તેની પટકથાને કારણે મળી રહ્યો છે. ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. આ ફિલ્મમાં ખુશી શાહ, મિત્ર ગઢવી, ચેતન દહીંયાં, શેખર શુકલા, સ્મિત પંડ્યા, રાગી જાની, આર.જે હર્ષિલ કામ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા ઉપર ફેન્સની પ્રતિક્રિયા મળી રહી છે.
ફિલ્મ “અફરા તફરી” ની પટકથા વિશ્રામપુરનામના ગામની છે ત્યાં ગામના સરપંચ ત્રિકમદાસ મરણ પથારીએ પડ્યા છે અને તેમની અંતિમ ઈચ્છા છે કે તેમની પૌત્રી લગ્ન કરી ઠરીઠામ થઈ જાય. ખુશી શાહ પૌત્રીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ પૂર્ણ મનોરંજક ફિલ્મ છે. આ ફિલ્મમાં હોરર, સ્લેપસ્ટીક અને ડાર્ક હ્યુમર પણ જોવા મળશે.
ફિલ્મના નિર્માતા મુકેશ ઠક્કર , હિતેશ શાહ, ચંદુલાલ પટેલ અને આશિષ ગાલા છે.
“અફરા તફરી” નું કવોલિટી અને ઈવા પ્રોડક્શનું સહિયારું નિર્માણ છે અને આ ફિલ્મનું દિગ્દર્શન વિરલ રાવે કર્યું છે. આ ફિલ્મ આગામી 14 ફેબ્રુઆરી 2020ના રોજ કરવામાં આવશે.